‘કસોટી જિંદગી કી’ સિરીયલ માંથી ફેમસ થયેલા સિદ્ધાંત સૂર્યવંશી નામના એક્ટરનું જિમમાં વર્કઆઉટ કરતા-કરતા થયું મોત, જાણો જિમમાં એવું તો શું થયું હશે…

Published on: 6:11 pm, Fri, 11 November 22

મિત્રો વધુ એક ટીવી એક્ટરના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ સવારે જેમ વર્કઆઉટ કરતા કરતા અચાનક જ તેવી એક્ટરનું મૃત્યુ થતાં સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી અને મૃતકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા તેવી એક્ટરનું નામ સિદ્ધાંત સૂર્યવંશી હતું. તમને જણાવી દઈએ કે સિદ્ધાંત સૂર્યવંશી ‘કસોટી જિંદગી કી’ સીરીયલથી ખૂબ જ ફેમસ થયો હતો.

સિદ્ધાંત જ્યારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તે બેભાન થઈને જીમમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેને ભાનમાં લાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સિદ્ધાંત ભાનમાં ન આવ્યો તેથી તેઓ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે સિદ્ધાંત પોતાની ફિટનેસ અંગે જાણીતો હતો. સિદ્ધાંતના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયું હોત તો અને તમામ લોકોએ તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બેભાન થયા બાદ સિદ્ધાંતને તાત્કાલિક સારવાર માટે કોકીલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અહીં ડોક્ટરો દ્વારા સિદ્ધાંતની એક કલાક સુધી સારવાર કરવામાં આવી હતી. પરંતુ 12.31 વાગ્યાની આસપાસ ડોક્ટરે સિદ્ધાંતને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાંતના મૃત્યુના સમાચાર ટીવી એક્ટર જય ભાનુશાલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપ્યા હતા. હાર્ટ એટેક આવવાના કારણે સિદ્ધાંતનું મોત થયું હતું.

જય ભાનુશાલી એ સોશિયલ મીડિયામાં સિદ્ધાંતનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘બહુ જલદી જતો રહ્યો… મિત્રો તમને જણાવી દઈએ કે સિદ્ધાંતે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંદ સૂર્યવંશી નામથી પણ જાણીતો હતો. તેને કુસુમ સીરીયલ થી પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

સિદ્ધાંતે કસોટી જિંદગી કી, કૃષ્ણ અર્જુન, ક્યાં દિલ મેં હૈ વગેરે સિરીયલ કામ કર્યા છે. સિદ્ધાંતના લગ્ન વર્ષ 2000માં થયા હતા. પરંતુ વર્ષ 2015માં બંને અલગ થઈ ગયા હતા. સિદ્ધાંત અને તેની પત્ની ઈરાને એક દીકરો છે. 2017માં સિદ્ધાંતે એલીસા રાવત સાથે લગ્ન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘કસોટી જિંદગી કી’ સિરીયલ માંથી ફેમસ થયેલા સિદ્ધાંત સૂર્યવંશી નામના એક્ટરનું જિમમાં વર્કઆઉટ કરતા-કરતા થયું મોત, જાણો જિમમાં એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*