કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારજનોને સરકાર આપશે 50,000 રૂપિયાનું વળતર,જાણો કેવી રીતે કરવી અરજી?

Published on: 9:55 am, Thu, 23 September 21

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કેટલી સહાય આપવી તે અંગે સ્પષ્ટ રકમ જાહેર કરવાની વાત કરી હતી. આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે કહ્યું કે, દરેક કોરોના મૃતકોના પરિવારજનોને 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે.

રાજ્ય તેના આપતિ રાહત ફંડમાંથી પીડિતોના પરિવારજનોને વળતરની રકમ આપવામાં આવશે.કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDRF એ આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કોરોના સંબંધિત મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.

આ વળતર માટે રાજ્ય સરકાર હેઠળ કાર્યરત SDRF દ્વારા આપવામાં આવશે. આ માટે પરિવાર જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં અરજી કરવાની રહેશે. આ સાથે કોરોના ના કારણે મૃત્યુ થયેલું છે તો તેના પુરાવા માટે તબીબી પ્રમાણપત્ર આપવાનું રહેશે. અરજી કરવા વિશે વધુ વિગત તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસે જઈને મળશે. કોરોના મહામારી દરમિયાન કોરોના ના કારણે મૃત્યુ ના સંદર્ભ માં વળતર ની આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!