રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે ત્યારે મોરબી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પાંચ યુવકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ સામેથી આવતા બાઇકચાલકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
અને આગળ પાર્ક કરેલા ટ્રક સાથે પાછળથી ટક્કર લગાવી હતી. જેના કારણે કારમાં સવાર પાંચ યુવકોનાં મૃત્યુ થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા યુવકો મૂળ રાજસ્થાનના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ માળીયા હાઈવે પર ટીબડી ગામ પાટીયે બુધવારના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ અકસ્માત થયું હતું.
મળતી માહિતી મુજબ મોરબી નજીક ભરતનગર થી કાર લઇને નીકળેલા આનંદસિંગ પ્રભુરામ સેખાવત(ઉંમર 35 વર્ષ), તારાચંદ તેજપાલ બરાલા(ઉંમર 25 વર્ષ), અશોક કાનારામ બિરડા(ઉંમર 24 વર્ષ), અશોક કાનારામ બિરડા, પવનકુમાર મિસ્ત્રી નામના યુવકો નું અકસ્માતમાં મૃત્યુ થયું છે.
અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. અકસ્માત દરમિયાન કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાઇકચાલકને બચાવવા જતા કાર ચાલકે પોતાના સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયું હતું.
મૃત્યુ પામેલા પાંચેય યુવકો ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતાં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!