સૌરાષ્ટ્ર ની કુંડી ગાયનું મૃત્યુ થતાં ઢોલ શરણાઇ સાથે ગાય માતાની કાઢવામાં આવી અંતિમયાત્રા,અંતિમ યાત્રામાં આખું ગામ ધૂસકે ધુસકે રડ્યું

અમે ઘણા લોકોની અંતિમયાત્રામાં ગયા હશો પણ ક્યારેય પણ ગાય માતા ની અંતિમયાત્રા જોઈ પણ નહીં હોય અને ક્યારેય ગયા પણ નહીં હોય.આ ઘટના સૌરાષ્ટ્રના ગોંડલ થી સામે આવી છે. જ્યાં ગીર ગાયનું મૃત્યુ થતા માન-સન્માન સાથે માતાજી ની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

આ ગાય ગૌશાળા માં રહેતી હતી અને તેના કર્મચારીઓ દ્વારા તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.ગૌ શાળા ના કર્મચારીઓ દ્વારા ગાય માતાને શણગારેલા વાહનમાં વાજતે ગાજતે ગાય માતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ ગાય માતા બધા લોકોની લાડકી હતી તેવુ જાણવા મળ્યું છે.

આ ગાય ખૂબ જ ઉચ્ચ કોટિની માનવામાં આવી રહી હતી.આ ગાય દરેક લોકોને ખૂબ જ ગમતી હતી અને આ ગાય દૂધ હરીફાઈમાં ભાગ પણ લીધો હતો. તેને ઘણા બધા ઇનામો પણ જીતાડ્યા છે. ગાય માતા ની અંતિમયાત્રા જોઇને ગામના તમામ લોકો ભાવુક થઇ ગયા હતા.ગૌશાળા ના કર્મચારીઓ ગાયનું મૃત્યુ થતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા.

ઢોલ અને શરણાઇના સૂરે ગાય માતા ની અંતિમયાત્રા નીકળી હતી અને આખું ગામ આ અંતિમ યાત્રા માં જોડાયું હતું.આ ગાયને આખા સૌરાષ્ટ્રમાં કામધેનુના ઉપનામે ઓળખવામાં આવતી હતી. ગામની સીમમાં ગાય માતાને સમાધિ આપવામાં આવી હતી. આ ગાયે છેલ્લા દસ વર્ષથી કોઇ વાછરડાને જન્મ આપ્યો નહોતો તેમ છતાં દૂધ આપતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*