રાજકોટમાં લોધીકા વાગુદડ નદીમાં ન્હાવા પડેલા 4 મિત્રોમાંથી, પાણીમાં ડૂબવાના કારણે 2ના મૃત્યુ, 2નો બચાવ

Published on: 11:10 am, Mon, 20 September 21

રાજકોટની એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજકોટના લોધીકા નજીક વાગુદડ નદીમાં ચાર મિત્રો ન્હાવા માટે નદીમાં પડ્યા હતા. પરંતુ નદીનું પાણી હોવાના કારણે ચારેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

નદીમાં ડૂબી રહેલા ચાર મિત્રો માંથી બે મિત્રોને ફાયરની ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને બે મિત્રો ડૂબી જવાના કારણે તેમના મૃત્યુ થયા હતા.

ફાયરની ટીમ દ્વારા બંને મૃત્યુ પામેલા મિત્રોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે તેઓના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં અનુસાર મૃત્યુ પામેલા મિત્રોમાંથી એક નું નામ કૃણાલ પંડ્યા ઉંમર 17 વર્ષ અને બીજા મિત્ર નું નામ અમન ગુપ્તા ઊંમર 12 વર્ષ હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

એક મહિના પહેલા પણ રાજકોટના એક ચેકડેમમાં પાંચ લોકોના આવા પડ્યા હતા તેમાં ત્રણ લોકો પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજકોટમાં પાણીમાં ડૂબવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!