ખેડૂતો માટે ખુશીના સમાચાર,રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોના બાકી વીજળી બિલ કર્યા માફ

82

થોડાક દિવસો પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બે દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પણ રાજીનામું આપ્યું હતું.ત્યારબાદ પંજાબમા ચરણજીત સિંહ ને મુખ્યમંત્રી નિયુકત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી બનતા જ ભાજપ દ્વારા જુના મુદ્દાઓને લઈને તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ચરણજીત સિંહે પત્રકાર પરિષદને સંબોધી હતી અને પહેલો જ મોટો નિર્ણયને લઈને એવી જાહેરાત કરી હતી કે પંજાબમાં ખેડૂતોના વીજળી બિલ માફ કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે હુ ગરીબોની સેવા કરવા આવ્યો છું. માટે બિઝનેસ કરનારા લોકો મારાથી દૂર રહે. હું ગરીબ પરિવારમાંથી આવું છું અને મારા પિતા રિક્ષાચાલક હતા. એમને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગણી પણ કરી હતી અને કહ્યું હતું કે પંજાબના ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડવા દઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!