ઉનાળાના વેકેશનમાં ફરવા ગયેલા પરિવારની કાર 200 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ, 6 લોકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…

Published on: 12:11 pm, Mon, 30 May 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનામાં અકસ્માતના કારણે કેટલાય હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઉનાળાના વેકેશનમાં સિક્કિમ ફરવા ગયેલા પરિવારની કાર 200 ફૂટ ઉંડી ખીણમાં પડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની, બે દીકરીઓ અને એક સંબંધી અને કાર ડ્રાઈવરનું કરૂણ મૃત્યુ થયું છે. આ અકસ્માતની ઘટના બનતા જ ભારે અફરા-તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને ખીણમાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ અકસ્માતની ઘટનાની જાણ થતા પાણી અને મુંબઈમાં રહેતા મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય સુરેશભાઈ, તેમની 34 વર્ષીય પત્ની તુરલ, 15 વર્ષીય દિકરી હિરલ અને 10 વર્ષીય દીકરી દેવાંશીનું કરૂણ મૃત્યુ થયું છે.

જ્યારે 14 વર્ષીય સંબંધી અમિત પરમાર અને ડ્રાઇવરનું પણ કરુણ મૃત્યુ થયું છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરેશ પોતાની પત્ની અને બંને દીકરીઓ સાથે સિક્કિમ ફરવા ગયો હતો. આ દરમિયાન સુરેશ સાથે એક સંબંધી બાળક અને ડ્રાઇવર પણ હતા.

મળતી માહિતી અનુસાર શનિવારના રોજ કાર ઉત્તર સિક્કિમમાં 200 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઉપરાંત પોલીસ અને સેનાના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા. ત્યારબાદ ખીણમાંથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ખીણમાંથી બહાર કાઢી હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉનાળાના વેકેશનમાં ફરવા ગયેલા પરિવારની કાર 200 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ, 6 લોકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*