સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 15 બાળકોને બચાવનાર, જતીન નાકરાણીના પરિવારને “ભાજપ” દ્વારા આટલા લાખ રૂપિયાની મદદ કરવામાં આવી…

Published on: 6:03 pm, Mon, 30 May 22

સુરતમાં ત્રણ વર્ષ પહેલા સરથાણા વિસ્તારની અંદર બનેલી એ તક્ષશિલા અગ્નિ કાંડ ની દુર્ઘટનામાં ૨૨ જેટલા નિર્દોષ બાળકો હોમાઈ ગયા હતા. જેમાં કેટલાક બાળકોને ચમત્કારિક બચાવ થયો હતો તો કેટલાક બાળકો એ જીવ ગુમાવ્યો. ત્યારે આ અગ્નિકાંડમાં જતીન નાકરાણી નામના સુરતના યુવક દ્વારા 15 જેટલા બાળકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા અને જીવના જોખમેએ બાળકોને બચાવી પોતે પણ ચોથા માળેથી કુદકો માર્યો હતો.

એવામાં જ કૂદકો માર્યો હતો ત્યારે તેમને ઘણી એવી ગંભીર ઈજાઓ પહોંચી હતી જે હજુ પણ સાજા થયા નથી. ત્યારે હજુ પણ જતીન નાકરાણી પથારીવશ જ હોવાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિ કથળી છે અને ખૂબ જ ખરાબ બની ગઈ છે, ત્યારે તેમની મદદ માટે અનેક લોકોએ ઘણું જ્ઞાન પણ આપ્યું છે.

એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા એજન્સીના ઝુંબેશને લીધે સમાજના મોટા મોટા આગેવાનો અને લોકો પણ તેમને આ કારણોસર તેમના પરિવારને મદદ કરવા દોડી આવ્યા છે. હજુ પણ જતીન નાકરાણીનું એક ઓપરેશન કરાવવાનું પણ બાકી છે પરંતુ ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે તેમના પરિવારની મદદ માટે છેલ્લા ચાર દિવસમાં 35 લાખ રૂપિયાનું દાન આવ્યું છે.

લોકો જતીન નાકરાણીની આર્થિક મદદ કરીને તેમના પરિવારને હિંમત નો દાવ આપી રહ્યા છે. એવામાં આપણે વાત કરીશું તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સી.આર.પાટીલ સહિતના હોદ્દેદારો જતીન નાકરાણી ના ઘરે પહોંચ્યા છે અને તેમના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક આપીને આર્થિક મદદ કરી હતી. ત્યારે એક ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ હજુ પણ અગ્નિકાંડ આખા ગુજરાતને ક્યારેય ભુલાશે નહી.

ત્યારે 15 જેટલા બાળકોને બચાવનારા જતીન નાકરાણી કે જેઓ પોતે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેમના પરિવારને આર્થિક મદદ માટે અત્યાર સુધીનું 35 લાખ રૂપિયાનું દાન મળી ચૂક્યો છે. આ ઘટનાની અંદર જતીન નાકરાણી નામનો યુવક પોતાના જીવના જોખમે 15 જેટલા બાળકોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા છે.

તો 22 જેટલા ફૂલ જેવા માસુમ બાળકો જે મોતમાં હોમાઈ ગયા અને બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે હજુ પણ એક ઘટના ભુલાતી નથી.એવામાં ઘણા લોકો જતીન મકરાણી ની આર્થિક મદદ કરવા માટે આવી રહ્યા છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ પણ તેમના ઘરે પહોંચીને તેમને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

ત્યારે કહીએ તો જતીન નાકરાણી ના સરાહનીય અને હિંમતભર્યા કામથી લઈને સીઆર પાટીલે તેમને નિવેદન આપ્યું હતું.ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ નિવેદન આપતા કહ્યું હતું કે જતીન નાકરાણીએ 15 જેટલા માસૂમ બાળકોના જીવ બચાવ્યા છે. તેથી તેમની હિંમતને દાવ આપવો જોઈએ અને હાલ તો તેઓ પણ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને લઈને જતીન નાકરાણી એ પોતાની યાદશક્તિ ગુમાવી દીધી છે જે ખૂબ જ દુઃખની બાબત જણાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 15 બાળકોને બચાવનાર, જતીન નાકરાણીના પરિવારને “ભાજપ” દ્વારા આટલા લાખ રૂપિયાની મદદ કરવામાં આવી…"

Leave a comment

Your email address will not be published.


*