પાણીમાં ડૂબી રહેલા નાના ભાઈને બચાવવા મોટો ભાઈ પાણીમાં પડ્યો, પછી કંઈક એવું બન્યું કે… બંને ભાઈઓનું એક સાથે કરુણ મોત…

Published on: 1:05 pm, Sat, 5 August 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં ચેક ડેમમાં ડૂબી જવાના કારણે બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. બંને ભાઈઓના મોત થતાં જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર નાનો ભાઈ ચેક ડેમમાં ડૂબવા લાગ્યો હતો. આ દરમિયાન નાના ભાઈઓને ડૂબતો જોઈને મોટો ભાઈ તેને બચાવવા માટે પાણીમાં હતો.

પરંતુ ઊંડા પાણીમાં બંને ભાઈઓ ડૂબી ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી ચેક ડેમમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. ઘટનાના લગભગ 22 કલાક બાદ શુક્રવારના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ બંને પિતરાઈ ભાઈઓનું મૃતદેહ મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ઉત્તરપ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો 18 વર્ષનો સુમિત અને તેનો 14 વર્ષનો પિતરાઈ ભાઈ અમર રાજપૂત બંને ગુરૂવારના રોજ માછલી પકડવા માટે ચેકડેમમાં ગયા હતા.

આ દરમિયાન તેમની સાથે અનિલ નામનો તેમનો 18 વર્ષનો મિત્ર પણ હતો. માછલી પકડતી વખતે 14 વર્ષનો અમર રાજપુત ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. અમરને બચાવવા માટે તેનો મોટો ભાઈ સુમિત પાણીમાં કુદી પડ્યો હતો. આ દરમિયાન બંને ભાઈઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બંનેને ડૂબતા જોઈને તેમનો મિત્ર અનિલ પણ પાણીમાં પડ્યો હતો.

પરંતુ બંનેને બચાવવા શક્ય ન હતા એટલે અનિલ પાછો આવતો રહ્યો હતો અને આસપાસના લોકોને બુમાબુમ કરી હતી અને ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી. એટલે પરિવારના સભ્યો અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા બંને બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ 22 કલાક બાદ શુક્રવારના રોજ બપોરના સમયે બંને બાળકોનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. બંને પિતાએ ભાઈઓનું મોત થતા જ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીમાં ડૂબી રહેલા નાના ભાઈને બચાવવા મોટો ભાઈ પાણીમાં પડ્યો, પછી કંઈક એવું બન્યું કે… બંને ભાઈઓનું એક સાથે કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*