બસની નીચે કચડાઈ જતા 3 વર્ષના માસુમ બાળકનું માતા-પિતાની નજર સામે દર્દનાક મોત… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક રોડવેઝ બસ ચાલકની બેદરકારીના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે. માસુમ બાળકને કચડી નાખ્યા બાદ બસનો ડ્રાઇવર અને તેનો સાથીદાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે એક બસ જોધપુરથી પ્રતાપગઢ જઈ રહી હતી. જોધપુરના નિવાસી વિશન સિંહ નામનો વ્યક્તિ પોતાની પત્ની, દીકરી અને બે દીકરાઓ સાથે જોધપુરની બસમાં ચડ્યો હતો. બપોરના બે વાગ્યાની આસપાસ તે પોતાના પરિવાર સાથે બસમાંથી ઉતરી રહ્યો હતો.

આ દરમિયાન વિનશ સિંહનો ત્રણ વર્ષનો દીકરો બસમાંથી નીચે ઉતરે તે પહેલા બસના ડ્રાઈવરે બસ ચલાવી મૂકી હતી. આ કારણોસર ત્રણ વર્ષનો જીતેન્દ્ર બસના ટાયરની નીચે કચડાઈ ગયો હતો. જેના કારણે દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.

માતા-પિતાની નજર સામે જ દીકરાનું મોત થતાં માં-બાપે હૈયાફાટ રૂદન કર્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસનો ડ્રાઇવર અને તેનો સાથીદાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બસને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર ત્રણ વર્ષના દીકરાનું મોત થતા જ હસતો ખેલતો પરિવાર માતમમાં છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*