સમાચાર

સાયકલ લઈને ઘરે જતા 2 પિતરાઈ ભાઈઓનો રસ્તામાં તડપી તડપીને મોત… બંને સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્યુશનથી ઘરે જઈ રહેલા બે વિદ્યાર્થીનું રસ્તામાં દર્દનાક મોત થયું છે. રસ્તામાં બંને વિદ્યાર્થીઓ સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે બંને વિદ્યાર્થીઓ ટ્યુશનમાંથી અભ્યાસ કરીને ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં હાઈ ટેન્શન વાયર સાથે ચીપકી જતા બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો, આ કારણસર બંનેનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બંને વિદ્યાર્થીઓ સાયકલ પર ઘરે આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ 11000 વોલ્ટેજનો વાયર તૂટીને તેમની ઉપર પડ્યો હતો. જેના કારણે બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો અને બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરે તો સુનિલકુમાર અને ગગન કુમાર નામના બંને બાળકોની ઉંમર 10 વર્ષની આસપાસ હતી. જાણવા મળી રહ્યું છે કે બંને પિતરાઈ ભાઈઓ હતા. બંને એક ખાનગી કોચિંગમાં અભ્યાસ કરવા માટે જતા હતા.

જ્યારે બંને કોચિંગમાં અભ્યાસ કરીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો અને બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. એક જ પરિવારના બે દીકરાઓનું મોત થતાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ગામના લોકોએ અનેક વખત વીજળી વાયર બદલાવવા માટે કમ્પ્લેંટ કરી હતી.

પરંતુ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા ન હતા. અધિકારીઓની બેદરકારીને કારણે આજે બે માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *