લગ્નના 16 મહિના બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… 8 મહિનાની દીકરી માં વગરની થઈ ગઈ… જાણો સમગ્ર ઘટના…

Published on: 3:47 pm, Sat, 5 August 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 16 મહિના પહેલા લગ્ન કરનાર મહિલાનું કરુણ મોત થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે રૂમ સીલ કરી દીધો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પોલીસને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિયર પક્ષનો આરોપ છે કે, સાસરિયાંઓ તેમની દીકરીને ત્રાસ આપતા હતા અને તેઓએ તેમની દીકરીનું ઘણું દબાવીને તેનો જીવ લઇ લીધો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. અહીં કાજલ જોશી નામની 23 વર્ષની મહિલાનું મૃતદેહ શુક્રવારના રોજ બપોરે તેના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટના બની ત્યારે સાસુ અને સસરા ઘરે હાજર હતા.

કાજલને એક 8 મહિનાની દીકરી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. આ ઉપરાંત આ સુસાઇડ છે કે જીવ લેવાની ઘટના તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કાજલે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.

કાજલની માતાએ જણાવ્યું કે કાજલને તેના સાસરિયાંઓ ખૂબ જ ત્રાસ આપતા હતા. કાજલની માતાનું કેવું છે કે ચાર લોકોએ મળીને મારી દીકરીનો જીવ લઈ લીધો છે. સાસરિયાંઓ મારી દીકરીને હેરાન કરતા હતા. અમે 25 લાખ રૂપિયા દહેજ આપ્યું હતું. મારી દીકરી એ એમબીએ કર્યું છે, તે સુસાઇડ કરી શકે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 16 મહિના બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… 8 મહિનાની દીકરી માં વગરની થઈ ગઈ… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*