સુરત પધારવામાં વાર લાગતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે રસ્તાઓ ખરાબ છે’, પોતાના જ તંત્રની પોલ ઉઘાડી

Published on: 6:59 pm, Sat, 29 August 20

ગુજરાત રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વ્યાપક ધોવાણ થયું છે. ક્યાંય રસ્તાઓ પરથી પોપડા ઉખડી ગયા છે. તો ક્યાંક રસ્તો જ કાકડી વાળી છે.હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે રસ્તાઓ ખરાબ છે. વીર નર્મદ યુનિવર્સિટી નું ઓનલાઈન પદવીદાન યોજાયો હતો જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ઓનલાઇન રહીને ભાગ લીધો હતો.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હું વડોદરા હતો અને વડોદરા થી સુરત આવતા વાર લાગી, રસ્તાઓ ખરાબ છે. આ વાત કહેતાં સોશિયલ મીડિયામાં આ નિવેદન પર અનેક લોકોએ આ હસી ઉડાવી હતી. વીર નર્મદ યુનિવર્સિટીમાં વર્ષના બે વખત પદવીદાન સમારોહ યોજાય છે.

આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ને કારણે સમગ્ર કાર્યક્રમ ઓનલાઇન યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર તથા ફેકલ્ટી ડીન જોડાયા હતા , અનેક વિદ્યાર્થી ઓનલાઇન ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સંબોધન માટે જયારે શિક્ષણ મંત્રીએ વાત કહી ત્યારે તેમણે રસ્તા ની વાત કરી હતી. વડોદરાના એક કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોડાયા હતા જે પ્રોગ્રામ પૂરો થતાં લાંબો સમય લાગ્યો હતો.

વીર નર્મદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં થોડા મોડા પડ્યા હતા. જ્યારે તેઓ પદવીદાન સમારોહમાં જોડાયા ત્યારે તેમણે સૌ પ્રથમ એવું કહ્યું હતું કે હું વડોદરા હતો, સુરત આવતા સમય લાગ્યો હતો જે થોડા રસ્તા ખરાબ છે. આ વાત તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ સંબંધમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે શિક્ષણની નવી નીતિ માં ડિજિટલ એજ્યુકેશન ભાગ મોટો છે. તેથી તમામ લોકોએ તેને અપનાવવા પડશે.