ચા પીવા ઉતરેલો ડ્રાઈવર બસમાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 10:51 am, Wed, 17 May 23

trending viral video: સોશિયલ મીડિયા પર દરરોજ અકસ્માતની ઘટનાના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત અકસ્માતના એવા વિડિયો સામે આવતા હોય છે, જે જોઈને આપણા પણ રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈ હશે.

જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકો અકસ્માતનો શિકાર બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યો છે. મળતી માહિતી અનુસાર એક બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે મુસાફરોથી ભરેલી બસ એક ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ડ્રાઇવર વગરની એક બસ ઢાળ વાળા રસ્તા ઉપર ચાલતી નજરે પડી રહે છે. આ દરમિયાન બસની પાછળ કેટલા લોકો દોડતા નજરે પડી રહ્યા છે. ત્યારે ડ્રાઇવર વગરની બસ રોડની સાઈડના ખાડામાં પલટી ખાઈ જાય છે. આ દ્રશ્યો જોતા ત્યાં હાજર લોકોની ચીસો નીકળી ગઈ હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસનો ડ્રાઇવર બસ ઊભી રાખીને ચા પીવા માટે નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ડ્રાઇવર બસમાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો. જેના કારણે ઢાળ વાળા રસ્તા પર બસ આગળ ચાલવા લાગી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઢાળ વાળા રસ્તા ઉપર વગર ડ્રાઇવરની બસ આગળ વધી રહે છે અને બેકાબુ બનતા જ બસ રોડની સાઈડના ખાડામાં પલટી ખાઈ જાય છે.

આ ઘટના બની ત્યારે બસની અંદર કેટલાક મુસાફરો સવાર હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના ક્યાંની અને ત્યારની છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે બસની અંદર બેઠેલા મુસાફરોને આ ઘટનામાં ગંભીર ઇજા પહોંચી હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચા પીવા ઉતરેલો ડ્રાઈવર બસમાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*