હાલમાં એક હૈયુ ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 15 વર્ષની દીકરી ઉપર પડોશીમાં રહેતા યુવકે ડીઝલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. દાઝી ગયેલી હાલતમાં બાળકીના પરિવારના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના મૈનપુરીમાં સનસનીખેજમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને રાજેશકુમાર લોધી રાજપુત નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, તેમની 15 વર્ષની દીકરીને ગામનો અંકિત નામનો યુવક હેરાન કરતો હતો અને તેની છેડતી પણ કરતો હતો. જેથી છે અડધી નો દીકરી એ વિરોધ પણ કર્યો હતો. મંગળવારના રોજ જ્યારે અંકિત દીકરીની છેડતી કરતો હતો, જ્યારે દીકરીએ છેડતી કરવાની ના પાડી હતી.
આ વાતમાં ગુસ્સે ભરાયેલા નરાધમ અંકિતે દીકરી ઉપર ડીઝલ નાખીને તેને જીવતી સળગાવી દીધી હતી. જેના કારણે દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પરિવારજનોની વાત ઉપરથી જાણવા મળી રહ્યું છે કે, અંકિત તેમની દીકરીને લગભગ છ મહિનાથી પરેશાન કરતો હતો. તે દરરોજ દીકરીની છેડતી કરતો હતો અને તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. સમાજમાં બદનામી થાય આ કારણોસર 15 વર્ષની દીકરી શિલ્પા તેનો વિરોધ કરતી હતી..
મંગળવારના રોજ બપોરે 12:00 વાગ્યા ની આસપાસ પરિવારના સભ્યો પડોશમાં બેઠા હતા, ત્યારે અંકિતે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન 15 વર્ષની શિલ્પા અને તેનો નાનો ભાઈ ઘરમાં હાજર હતા. ત્યારબાદ અંકિત એ શિલ્પા ની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે શિવાય આ વાતનો વિરોધ કર્યો ત્યારે અંકિતે તેના ઉપર ડીઝલ નાખીને તેના શરીરમાં આગ લગાવી દીધી હતી. આ દ્રશ્યો જોઈને નાના ભાઈએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી.
જેના કારણે અંકિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. ત્યારબાદ દીકરીના માતા પિતા અને અન્ય સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીકરીના શરીર પર લાગેલી આગને બુજાવી હતી. ત્યાં સુધીમાં તો દીકરી શિલ્પાનું શરીર 90 ટકા દાઝી ગયું હતું. પછી પરિવારના લોકો દીકરીને તાત્કાલિક સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે દીકરીની હાલત જોઈને તેને બીજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
અહીં સારવાર મળે તે પહેલા દીકરીનું મોત થઈ ગયું. દીકરીનું મોત થયા બાદ પરિવારના લોકોએ સાંજે સાત વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ અંકિત વિરોધ ફરિયાદ નોંધાવી છે. આરોપી અંકિત સામે ગુનો નોંધીને તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. માત્ર 15 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો