આવું વિચિત્ર મોટા મોઢા વાળું કબુતર તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય… જુઓ અજીબો ગરીબ કબૂતરનો વિડીયો…

Published on: 11:43 am, Wed, 17 May 23

The strange pigeon: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયા પર એવા વિચિત્ર વિડિયો સામે આવતા હોય છે, જે જોઈને ભલભલા લોકો હેરાન થઈ જતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર પશુ-પંખીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે.

ત્યારે હાલમાં એક કબૂતરનો વિચિત્ર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અજીબો ગરીબ કબૂતર જોઈને લોકો વિચારમાં પડી ગયા છે. મિત્રો મોટેભાગે સફેદ રંગ અને રાખોડી રંગના કબુતર જોવા મળે છે. લોકો પણ હંમેશા કબુતરને ખવડાવતા હોય છે અને ઉનાળાની ઋતુમાં પોતાના ઘરની બહાર પાણીના પાત્ર ભરીને મૂકે છે.

જેના કારણે કબૂતર જેવા તરસા પંખીઓ તેમાંથી પાણી પી શકે. ત્યારે આજે અમે તમને એક એવું કબૂતર બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે પણ થોડીક વાર તો વિચારમાં પડી જશો. આ કબુતર નો વિડીયો ટ્વીટર પર @TheFigen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દીવાલ ઉપર કબૂતર બેઠેલું નજરે પડી રહ્યું છે. તમને એમ લાગશે કે આ વાતમાં નવાઈ શું છે, પરંતુ આ કબુતર દરેક કબૂતર કરતાં કંઈક અલગ જ દેખાય છે. મિત્રો આ કબુતરનું મોઢું દરેક કબૂતરના મોઢા કરતાં ઘણું બધું મોટું છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે કબૂતરની ગરદનમાં કંઈ ફસાઈ ગયું હશે.

સામાન્ય કબુતરના પગ કરતાં પણ આ કબૂતરના પગ મોટા છે. આ વિચિત્ર કબુતર નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો 80 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત 14,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો કબૂતરના અલગ અલગ નામ પણ આપી રહ્યા છે. આ કબુતર વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવું વિચિત્ર મોટા મોઢા વાળું કબુતર તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય… જુઓ અજીબો ગરીબ કબૂતરનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*