કોરોના માં સાજા થયા બાદ દર્દીઓને થઈ શકે છે આ બીમારી , જાણો વિગતે

Published on: 4:41 pm, Thu, 30 July 20

નવ મહિના પહેલા દુનિયા માં આવેલ જીવલેણ કોરોનાવાયરસ આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઇને તેના પર નિયંત્રણ લાવવા સતત ને સતત રિસર્ચ થઈ રહ્યું છે. પરંતુ હાલ તેની કોઈ દવા શોધવામાં વૈજ્ઞાનિકોને કોઈ જાતની સફળતા મળેલ નથી . આ વાઇરસ આખરે એટલો ખતરનાક છે કે તેને લઈને જુદા જુદા દાવા થતા આવ્યા છે. હવે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના ની બીમારી માં સાજા થયેલ દર્દીઓમાંથી 80%દર્દીઓને હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે .

આ રિસર્ચ જનરલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશને જર્મનીમાં કર્યું હતું . જેમાં આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ૪૦ થી ૫૦ વર્ષના લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું . જે કોરોના થી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ ગયા હતા તેઓ માં 100 માંથી 67 દર્દીઓ એવા હતા. જેમનામાં કોરોના ના સામાન્ય લક્ષણો હતા અને તેઓ સ્વસ્થ થયા હતા . બાકી 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . ડોક્ટર આ દર્દીઓના હાર્ટ ચેક કરવા માટે તેમના એમ.આર.આઈ, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટિસ્યુ બાયોપ્સી કરી હતી.

રિસર્ચમાં સામે આવ્યું છે કે 100 દર્દીઓમાંથી 78 દર્દીઓમાં હાર્ટ ની ઘણી તકલીફો જોવા મળી છે . હૃદયમાં સોજો પણ જોવા મળ્યો છે. જોકે પ્રાથમિક તારણ છે એટલે વૈજ્ઞાનિક હજુ પણ તપાસ કરી રહ્યા છે. કે શુ બેડ હાર્ટ હેલ્થ સાથે સંબંધિત છે કે સબંધિત લક્ષણ અસ્તિત્વ છે કે લાંબા સમય સુધી રહે છે.