દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરેલ છે. દેશ ના પાટનગરમાં કોરોનાવાયરસ ના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલ ની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધેલ છે . દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16% વેટ લગાવવામાં આવ્યો છે. કેજરીવાલ સરકારને આ રાહત ની સાથે દિલ્હીમાં હવે ડીઝલની કિંમતમાં 8.30 રૂપિયાનો ઘટાડો થયો છે.
ભારતમાં હાલમાં કોરોના વાયરસ ની મહામારી નો પ્રકોપ જોવા મળી રહ્યો છે.જેના કારણે જાહેર કરાયેલા લોકડાઉન ને લઈને લોકોની રોજગારી પર અસર જોવા મળી હતી.જોકે લોકડાઉન બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો હતો . જોકે હાલમાં દિલ્હી સરકારે ડીઝલ પરના વેટમાં ઘટાડો કરેલ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વાસીઓને મોટી રાહત આપી છે. કેજરીવાલે ડીઝલમાં ભાવ ઘટાડો કરેલ છે . દિલ્હીમાં ડીઝલ પર હવે માત્ર 16% વેટ લગાવવામાં આવશે. જેના કારણે દિલ્હીમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૃપિયા 8.30 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં અત્યાર સુધી 82 રૂપિયા પ્રતિ લિટર ના ભાવ ડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું. ડીઝલ પરના વેટમાં 30% ઘટાડો કરીને 16% વેટ કરી દેવામાં આવેલ છે . જેથી હવે દિલ્હીમાં પ્રતિ લીટર ડીઝલ 73.64 રૂપિયામાં મળશે.