કોરોના કાળમાં દેશમાં 35000 લોકો ના મોત પરંતુ તેની સાથે આવા સારા સમાચાર

Published on: 10:26 am, Thu, 30 July 20

ભારતમાં કોરોના સંક્રમણ કેસ થોભવાનું નામ નથી લેતા સાથે-સાથે કોરોના મૃતકોની સંખ્યામાં સતત ને સતત વધારો થતો જાય છે. ભારતમાં અત્યારે કોરોના ની મૃતકો ની સંખ્યા 35 હજારને પાર થઇ ગઇ છે. કોરોના સંક્રમણ થી મુક્ત થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો સમયથી મુક્ત થઈ ચૂકયા છે.

કોરોના થી પ્રભાવિત દેશોના મામલામાં ત્રીજા નંબર પર ભારત દેશ છે. પહેલા નંબર પર અમેરિકા છે જ્યાં કોરોના ના 45 લાખથી વધુ કેસો સામે આવેલ છે. અને બે લાખથી વધુ લોકો મૃત્યુ પામેલ છે. બીજા નંબર પર બ્રાઝિલ છે ત્યાં 25 લાખથી વધુ કેસો નોંધાયા છે . અને 95 હજારથી વધુ લોકો મૃત્યુ પામેલ છે.

મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટ સુધી લોકડોઈન વધ્યું છે . મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા 3 લાખને પાર પહોંચી ગયેલ છે. દિવસેને દિવસે વધતા કે શોને લઈને મહારાષ્ટ્ર સરકારે 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારેલ છે.