કોરોના ની પરિસ્થિતિ ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન , જાણો વિગતે

Published on: 10:07 am, Thu, 30 July 20

સમગ્ર દેશની સાથે સાથે હાલ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આ વાયરસના કારણે પરિસ્થિતિ વણસતા જાય છે.આ બાબતને ધ્યાને રાખી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવ મોકૂફ રાખવાની વાત કરેલ છે.

આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ઓગસ્ટ મહિનો તહેવારોથી ભરપૂર હોય છે. સૌ લોકો તહેવારો ની રાહ જોતા હોય છે. આ વર્ષે કોરોના ના કપડા કાળ હોવાથી લોકોને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે સ્વાભાવિક છે આ વર્ષના તહેવારો લોકો ને માણવા નહીં મળે.

.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જો કોરોના ની પરિસ્થિતિ આવીને આવી રહેશે તો, ઓગસ્ટના તમામ તહેવારો મોકૂફ રાખવામાં આવશે.જેમાં ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માં જન્માષ્ટમી સૌથી મહત્ત્વનો તહેવાર છે.આ તહેવારની સાથે સાથે રાજ્યમાં તમામ જગ્યાએ મેળાઓ પણ યોજાતા હોય છે.જો આ વખતે મેળાઓ અને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું છે તેથી ભાદરવી પૂનમનો મેળો પણ નહીં યોજાય,જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આ મેળાઓ નહીં યોજાય અને તહેવારોની સાથે સાથે તાજીયા જુલુસ પણ નહીં નીકળે આવી પરિસ્થિતિ રહેશે તો નવરાત્રિ પણ નહીં થાય .