જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા 5 બાળકોના મૃતદેહ ઘરે પાછા આવ્યા, જાણો બાળકો સાથે એવું તો શું થયું હશે – એક સાથે પાંચ બાળકોની અર્થી ઉઠતા આખું ગામ રડી રડીને…

Published on: 12:42 pm, Wed, 19 October 22

આજકાલ નદી અથવા તો તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. નદી ઘાટ પર જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા 5 બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં 5 બાળકોના મૃત્યુ થયા છે. એક જ સાથે એક જ ગામના 5 બાળકોના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આખી રાત નદીમાં બાળકોની શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન પાંચે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પાંચે બાળકોના એક જ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આ ઘટના મધ્યપ્રદેશના કટ જિલ્લાની દેવરાખુદ ગામમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પાંચ ઘરના કુળદીપક ઓલવાઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગામમાં રહેતા 13 વર્ષના આયુષ નો સોમવારના રોજ જન્મદિવસ હતો.

જન્મદિવસની ઉજવણી કરવા માટે તે પોતાના મિત્ર 15 વર્ષીય મહિપાલસિંહ, 15 વર્ષીય સાહિલ, 15 વર્ષીય સુર્યા, 13 વર્ષીય અર્જુન સાથે જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવા માટે નદીના ઘાટ પર પહોંચ્યા હતા. ઘણો સમય થઈ ગયો છતાં પણ બાળકો પરત ન આવ્યા તેથી પરિવારના લોકોએ અને ગામના લોકોએ મળીને બાળકોની શોધખોળ શરૂ કરી હતી.

.ત્યારે નદી કિનારે બાળકોના કપડા અને ચંપલ નદી ઘાટના પગથિયા પરથી મળી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ વહીવટી તંત્રને કરવામાં આવી હતી. રાતોરાત નદીમાં બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. SDRFની તેમને મોડી રાત્રે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે બીજા દિવસે એટલે કે મંગળવારના રોજ સવારે અન્ય બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા એક પણ બાળકને તરતા આવડતું ન હતું. તમામ બાળકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવવા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. એક જ ગામના પાંચ બાળકોના મૃત્યુ થતા મૃતક બાળકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. પાંચે બાળકોને એક સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ સરકારે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા 5 બાળકોના મૃતદેહ ઘરે પાછા આવ્યા, જાણો બાળકો સાથે એવું તો શું થયું હશે – એક સાથે પાંચ બાળકોની અર્થી ઉઠતા આખું ગામ રડી રડીને…"

Leave a comment

Your email address will not be published.


*