છટકેલા મગજના જીજાજી પોતાની સાળી ઉપર તૂટી પડ્યો, સાળીનું રીબાઈ રીબાઈને થયું મોત…જીવ લેવાનું કારણ જાણીને ટાંટિયા ધ્રુજી જશે..!

Published on: 12:01 pm, Wed, 19 October 22

આજકાલ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે. જે સાંભળીને રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા તેવી જ એક ઘટના બની હતી. આ ઘટના સાંભળીને તમારા પણ ટાંટિયા ધ્રુજી જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના જામનગર શહેરમાં બની હતી.

અહીં કાલાવડ નાકા પાસે આવેલી સિલ્વર સોસાયટીમાં એક મહિલા રહેતી હતી. જેનું નામ કરીમા સિપાઈ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. કરીમા સવારના સમયે કચરો લઈને ઘરની બહાર ફેંકવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક જ એક યુવક તેની સામે આવ્યો હતો. કરીમા આ યુવકને જોઈને ચોકી ઉઠી હતી.

આ યુવક બીજો કોઈ નહીં પરંતુ કરીમાનો બનેવી હતો. કરીમાની બહેનનો પતિ તેની સામે ગુસ્સામાં ઉભો હતો. બનેવીનું નામ મુન્ના હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મુન્ના અને કરીમા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા.

આ વાતની જાણ પરિવારના લોકોને થતા પરિવારના લોકોએ બંનેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કરીમાએ મુન્નાને પ્રેમ સંબંધ છોડી દેવાનું કહ્યું હતું. આ વાતનો મુન્નાને ખૂબ જ ગુસ્સો હતો અને આ વાતનો ખાર રાખીને મુન્નાએ કરીમા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

આ ઘટના બનતા આસપાસના લોકોના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલી કરીમાને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સાળી અને બંને વચ્ચે કોઈ અંગત સંબંધ હતા. જેની શંકા ના આધારે પોલીસે બનેવીની ધરપકડ કરી અને તેની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન બનાવીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છટકેલા મગજના જીજાજી પોતાની સાળી ઉપર તૂટી પડ્યો, સાળીનું રીબાઈ રીબાઈને થયું મોત…જીવ લેવાનું કારણ જાણીને ટાંટિયા ધ્રુજી જશે..!"

Leave a comment

Your email address will not be published.


*