1033 કિલોમીટરનું અંતર કાપીને કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટની હનુમાન દાદાની 54 ફૂટની વિશાળ પ્રતિમાનું મુખ અને છાતીનો ભાગ સાળંગપુર પહોંચ્યા, સાળંગપુરમાં હવે સંતો દ્વારા…

Published on: 1:11 pm, Wed, 19 October 22

મિત્રો તમને જણાવી દઈએ કે 1033 કિલોમીટરનું અંતર કાપીને 45 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ સાળંગપુર મંદિર પહોંચી ગઈ છે. લગભગ 15 દિવસ બાદ ભક્તો કરી શકશે હનુમાન દાદાના વિશાળ મૂર્તિના દર્શન. સાળંગપુર ગામમાં હવે ટૂંક જ સમયમાં ભક્તો માટે નવું નજરાણું માળવામાં આવશે.

આજથી અઠવાડિયામાં મિત્રો હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી પંચાતોની મૂર્તિના દર્શન કરવામાં આવશે અને વધારે વાત કરીએ તો બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે મિત્રો કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવા જઈ રહ્યા છે.

હનુમાન દાદાના મૂર્તિના પગનું સ્થાપન થઈ ગયું છે અને આજે નહીં પરંતુ ગઈકાલે 18 ઓક્ટોબરના રોજ હનુમાનજી મહારાજની મૂર્તિના મુખ અને છાતીનો ભાગ કુંડળધામ આવી આવી પહોંચ્યા હતા.કુંડળધામે સંતો અને મહંતો દ્વારા હનુમાન દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ મિત્રો હનુમાનજી મહારાજની મૂર્તિ સાળંગપુર જવા રવાના થઈ હતી.

આજરોજ સવારે સાળંગપુર મંદિરના સંતો દ્વારા વિધિવત રીતે પૂજન કરવામાં આવશે. સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની મૂર્તિ મુકવાને લઈને હાલમાં સાળંગપુરમાં ભક્તમય માહોલ બન્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહમાં છે. મૂર્તિની સ્થાપના થઈ ગયા બાદ ભક્તો સાત કિલોમીટર દૂરથી પણ હનુમાન દાદા ના દર્શન કરી શકશે.

મિત્રો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. હરિયાણાના માનેસરમાં દાદાની મૂર્તિ બનીને તૈયાર થયા બાદ મૂર્તિના બે પાર્ટ 1033 કિલોમીટરનું અંતર કાપીને મોટા ટ્રકમાં સાળંગપુર આવી ગયા છે.

હનુમાન દાદાની મૂર્તિ ની વાત કરીએ તો દાદાની મૂર્તિના ચરણવિદ 18 ફૂટ ઊંચા બેજ પર લગાવી દેવામાં આવ્યા છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ ની વાત કરીએ તો, અત્યારે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 370 કારીગરો દિવસ રાત 18 18 કલાક કામ કરી રહ્યા છે અને 54 ફૂટ દાદાની મૂર્તિ 18 ફૂટ ઊંચા બેજ પર દક્ષિણ મુખે સ્થાપિત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "1033 કિલોમીટરનું અંતર કાપીને કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટની હનુમાન દાદાની 54 ફૂટની વિશાળ પ્રતિમાનું મુખ અને છાતીનો ભાગ સાળંગપુર પહોંચ્યા, સાળંગપુરમાં હવે સંતો દ્વારા…"

Leave a comment

Your email address will not be published.


*