ગુજરાતના આ નાનકડા આવ્યા ગામના ખેડૂતની દીકરી પાયલોટ બનશે..! ખેડૂતે લોન લઈને પોતાની દીકરીને પાયલોટ બનાવવા માટે…

Published on: 3:19 pm, Sun, 18 December 22

મિત્રો અમીર લોકો પૈસાથી પોતાના બધા સપનાઓ સાકાર કરતા હોય છે. પરંતુ ઘણા એવા ગરીબ લોકો હોય છે જે દિવસ રાત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરતા હોય છે અને પોતાના માતા પિતાનું નામ દેશભરમાં રોશન કરતા હોય છે. ત્યારે આજે આપણે એક ગરીબ ઘરની દીકરી વિશે વાત કરવાના છીએ. દીકરીએ દિવસ રાત મહેનત કરીને પોતાનું પાયલોટ બનવાનું સપનું પૂરું કર્યું છે. દીકરીનું આ સપનું પૂરું થયું તેનું એકમાત્ર કારણ તેમના માતા-પિતા છે.

મિત્રો દુનિયામાં દરેક માતા પિતા પોતાના દીકરાને સફળ બનાવવા માટે તેની તમામ ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. તો ચાલો જાણીએ આ દીકરીની સફળતાની વાતો. ગોધરાના રહેવાસી શૈલેષભાઈ ચુનીલાલભાઈ રાણાની દીકરી અમીબેન હાલમાં દક્ષિણ આફ્રિકા ખાતે પાયલોટની ટ્રેનિંગ લઈ રહ્યા છે. દીકરીએ દિવસ રાત પરિશ્રમ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

અમી બેને ગોધરામાં આવેલી શારદા બાલમંદિર શાળામાં પોતાનો 1 થી 12 નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમને બીએસસી એવીએશન કોર્સમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ તેઓ ડિસ્ટ્રીક્શન માર્કસ સાથે પાસ થયા હતા. શૈલેષભાઈ રાણા અને તેમની પત્ની ગીતાબેનને પોતાની દીકરીને ડોક્ટર બનાવી હતી. પરંતુ નાનપણથી જ દીકરીને પાયલોટ બનવાની ઈચ્છા હતી.

પોતાની દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે માતા પિતાએ તનતોડ મહેનત કરી છે. મિત્રો તમને જણાવી દે કે શૈલેષભાઈ એક સામાન્ય ખેડૂત છે અને તેમની ઘરની પરિસ્થિતિ પણ આર્થિક રીતે સારી ન હોવા છતાં પણ તેઓએ લોન લઈને પોતાની દીકરીને ભણાવીને તેનું સપનું પૂરું કર્યું હતું. શૈલેષભાઈને બીજા અન્ય ત્રણ સંતાનો છે જેવો અલગ અલગ ફિલ્ડમાં છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શૈલેષભાઈ ખેતી કરીને અને બેંકમાં લોન લઈને પોતાના બાળકોને ભણાવ્યા છે. બાળકોનું ભવિષ્ય સારું બને તે માટે શૈલેષભાઈ પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. શૈલેષભાઈ રાણા શરૂઆતમાં તો ઈંટોનો વ્યવસાય કરતા હતા. પરંતુ કોરોનાની માહમારી ના કારણે તેમનો ધંધો પડી ભાંગ્યો હતો અને ત્યારબાદ તેમને ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ શૈલેષભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી પરંતુ બાળકોને ભણાવવા માટે શૈલેષભાઈ બેંકમાંથી લોન લીધી હતી. આજે તેમની દીકરી અમી સાઉથ આફ્રિકામાં પાયલટની ટ્રેનિંગ લઈ રહી છે. અમી નો ભાઈ ભાવિન રાણા આવતા મહિનામાં લડન ખાતે એકાઉન્ટ ફાઇનાન્સનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યો છે.

અમીની એક બહેન સિવિલ હોસ્પિટલમાં એકાઉન્ટિંગની જોબ કરે છે ત્યારે બીજી બહેન હેલ્થ કેર કંપનીમાં મેડિકલ કોડરની કામગીરી કરે છે. શૈલેષભાઈ દિવસ રાત મહેનત કરીને પોતાના તમામ બાળકોને પગભર કર્યા છે. બાળકોએ પણ દિવસ રાત મહેનત કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના આ નાનકડા આવ્યા ગામના ખેડૂતની દીકરી પાયલોટ બનશે..! ખેડૂતે લોન લઈને પોતાની દીકરીને પાયલોટ બનાવવા માટે…"

Leave a comment

Your email address will not be published.


*