રસ્તા પર ભીખ માંગતી આ મહિલાએ જગન્નાથ મંદિરમાં આટલા લાખ રૂપિયાનું દાન કર્યું, દાનની રકમનો આંકડો સાંભળીને ચોકી જશો…જુઓ વિડિયો…

Published on: 3:47 pm, Sun, 18 December 22

હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભીખ માંગતી 60 વર્ષની મહિલા જગન્નાથ મંદિરમાં એટલા લાખ રૂપિયાનું દાન આપ્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

મિત્રો આ 60 વર્ષની વૃદ્ધ મહિલાએ ભીખ માંગીને જીવનભરના પૈસા ભેગા કરીને તે પૈસા મંદિરમાં દાન કર્યા હતા. આ કિસ્સો ઓડિશામાંથી સામે આવી રહ્યો છે. જગન્નાથ મંદિરમાં દાન કરનાર મહિલાનું નામ તુલા બેહરા છે. આ અંગે વાત કરતા તેમને જણાવ્યું કે, તેમને પોતાનું આખું જીવન જગન્નાથ સમક્ષ સમર્પિત કરી દીધું છે, માત્ર જગન્નાથ મંદિરમાં તે પૈસાનું દાન કરે છે.

મંદિરના વહીવટી તંત્રએ આ દાન લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ તેમ છતાં પણ આ મહિલા માની નહીં અને મંદિરમાં દાન કર્યું. મહિલાએ વધુમાં વાત કરતા કહ્યું કે તેઓ પોતાના જીવનના અંતિમ દિવસો ગણી રહ્યા છે. આ સંજોગોમાં હું પૈસા ભેગા કરીને શું કરીશ. માટે આ પૈસા હું મંદિરમાં દાનમાં આપી દીધા છે.

મારે પૈસાની કોઈ જરૂર નથી. મિત્રો તમને જણાવી દઈએ કે વૃદ્ધ મહિલાએ જગન્નાથ મંદિરમાં 1 લાખ રૂપિયાનું દાન કર્યું છે.સ્થાનિક મીડિયા પાસેથી મળતી માહિતી અનુસાર, આ મહિલા વર્ષોથી કંધમાલ જિલ્લાના મુખ્ય મથક ફલબનીની શેરીઓમાં ભીખ માંગતી હતી. આ વૃદ્ધ મહિલા શારીરિક રીતે વિકલાંગ હતી, તેના પતિનું થોડાક વર્ષો પહેલા જ અવસાન થયું હતું.

પતિના મૃત્યુ બાદ તેને ઘરે ઘરે ભીગ માંગવાનું શરૂ કર્યું હતું. પતિના મૃત્યુ બાદ મહિલાએ જગન્નાથ મંદિર, સાઈ મંદિર અને અન્ય મંદિરોની સામે બેસીને ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. ત્યારે મંદિરમાં આવતા શ્રદ્ધાળુ આ મહિલાને દાન આપતા હતા અને મહિલા ભીખમાં મળેલા બધા રૂપિયા ભેગા કરતી હતી.

મળતી માહિતી અનુસાર વૃદ્ધ મહિલાએ ઘણા લાંબા સમયથી વિચાર્યું હતું કે તે જગન્નાથ મંદિરમાં દાન આપશે. ભઈલા ભીખ માં મળેલા બધા રૂપિયા પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં જમા કરતી હતી. ત્યારબાદ મહિલા પાસે જ્યારે એક લાખ રૂપિયા થયા ત્યારે તેને જગન્નાથ મંદિરમાં એક લાખ રૂપિયા દાન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ભીખ માંગતી આ મહિલાએ જગન્નાથ મંદિરમાં આટલા લાખ રૂપિયાનું દાન કર્યું, દાનની રકમનો આંકડો સાંભળીને ચોકી જશો…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*