સુરત : આકાશમાંથી પૈસાનો વરસાદ કરવાની વિધિ કરવાના બહાને મિત્રને એકલતામાં બોલાવીને, મિત્રએ જ મિત્રોનો જીવ લઈ લીધો…સાવ એટલે સાવ નાની એવી બાબતમાં જીવ લીધો…

Published on: 2:31 pm, Sun, 18 December 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વાવ ગામની સીમામાં આવેલા ખેતરાડી વિસ્તારમાંથી 12 ડિસેમ્બરના રોજ એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું. આ અજાણ્યા વ્યક્તિના ગળાના ભાગે ધારદાર વસ્તુ વડે ઘા કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુ પામેલો યુવક 33 વર્ષનો હતો અને તે મૂળ મધ્યપ્રદેશનો હતો. ઘટનાના આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજ એક ચેક કર્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી ત્યારે ચોકાવનારી બાબત સામે આવી હતી. જાણવા મળ્યું કે યુવકનો હજી બીજા કોઈએ નહીં પરંતુ તેના અંગત મિત્રએ જ લીધો હતો.

પકડાયેલા આરોપીએ પોતાના મિત્રને આકાશમાંથી પૈસાનો વરસાદ કરવાની વિધિના બહાને બે લાખ લઈને એક જગ્યાએ બોલાવ્યો હતો. ત્યારબાદ ત્યાં તેને ધ્યાનમાં બેસાડ્યો અને તેના ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા અને મૃત્યુ પામેલા યુવક નો મોબાઇલ લઈને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પોલીસને મૃત્યુ પામેલા યુવકના શરીરની નજીકથી વિધિ નો સામાન જેમકે ચાંદલા, કંકુ, દોરો તેમજ કાજલ મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ સંતોષ તિવારી હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડવા માટે ત્રણ જેટલી ટીમ બનાવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તેમાં જોવા મળ્યું કે છેલ્લી વખત રાહુલનો અંગત મિત્ર ધર્મેન્દ્રસિંગ તેની સાથે જોવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે ધર્મેન્દ્રસિંગની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી ત્યારે તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા રાહુલ તિવારીએ પોતાના અંગત મિત્ર ધર્મેન્દ્ર સિંહને ઉછીના 20,000 રૂપિયા આપ્યા હતા. રાહુલને પોતાના બાળકોની ફી ભરવાની હતી તેથી તે પોતાના મિત્ર પાસે વારંવાર ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતો હતો. પરંતુ બીજી બાજુ તો આરોપીના મનમાં કંઈક અલગ જ ષડયંત્ર ચાલી રહ્યું હતું. ત્યારબાદ આરોપીએ રાહુલને આકાશમાંથી પૈસા પડાવવાની વિધિની લાલચ આપી હતી.

આરોપીએ રાહુલને બે લાખ રૂપિયા લઈને એક શેરડીના ખેતરમાં બોલાવ્યો હતો. ત્યારબાદ ત્યાં આરોપીએ પોતાનો ઠોંગ શરૂ કર્યો હતો. પછી રાહુલને જમીન પર બેસાડીને આંખ બંધ કરીને ધ્યાન કરવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ ધારદાર વસ્તુ વડે રાહુલના ગળાના ભાગે પ્રહાર કર્યા હતા અને બે લાખ રૂપિયા રોકડા અને તેનો મોબાઇલ લઈને ફરાર થઈ ગયો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત : આકાશમાંથી પૈસાનો વરસાદ કરવાની વિધિ કરવાના બહાને મિત્રને એકલતામાં બોલાવીને, મિત્રએ જ મિત્રોનો જીવ લઈ લીધો…સાવ એટલે સાવ નાની એવી બાબતમાં જીવ લીધો…"

Leave a comment

Your email address will not be published.


*