સુરત શહેરમાં રોડ રસ્તા ની ખરાબ હાલતને લઇને હવે કોર્પોરેશન જાગ્યું

160

સુરતમાં આ વર્ષે વરસેલા વરસાદે સમગ્ર તંત્રની પોલ ખુલ્લી પાડી છે. એ પછી ખાડી પૂરની વાત હોય કે રસ્તા ઉપર પડેલા ખાડાની. કોરોના નું સંક્રમણ અટકાવવા વ્યસ્ત હોવાના બહાને કોર્પોરેશનના તંત્રે આ વખતે પ્રિમોન્સુન ની કામગીરી જ નથી કરી. એનું પરિણામ માટે સુરતવાસીઓને ભોગવવાનું પરિણામ આવ્યું. જોકે ખાડા યુક્ત રસ્તાઓના લઈને અનેક અહેવાલો બાદ છેલ્લે તંત્ર જાગ્યું.

આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એ સુરતના રસ્તાઓ જોવા માટે રસ્તાઓ પર મુલાકાત લીધી હતી. તેમને મહાનગરપાલિકાના તંત્રનો બચાવ કરતાં કહ્યું કે ખરાબ થયેલા રસ્તાઓ એ ભ્રષ્ટાચાર ના કારણે નહીં પણ આ વર્ષે પડેલા ધોધમાર વરસાદના કારણે છે. હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે રસ્તાઓનું સમારકામ સાત દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!