ગુજરાત સરકારે ટુ વ્હીલર લઈને નીકળવા અંગે લીધો મોટો નિર્ણય

Published on: 2:30 pm, Thu, 3 September 20

કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી અનલૉક 4 ને લઈને ગાઈડ લાઈન બહાર પાડી હતી અને ત્યારબાદ રાજ્યની રૂપાણી સરકારે મંગળવારના રોજ અનલૉક 4 ની ગાઈડલાઈન બહાર પાડી હતી. આ માર્ગદર્શિકામાં ટુ વ્હીલર માટે સારા સમાચાર છે. રૂપાણી સરકારે ટુ વ્હીલરમાં ડબલ સવારી માટેની પરમિશન આપી છે. મતલબ કે, હવેથી બાઈકચાલક સાથે હજી એક વ્યક્તિ મુસાફરી કરી શકશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે ટેક્સી ચલાવવા અંગે પરવાનગી આપી છે. 4 સિટર ટેક્સી માં ડ્રાઈવર ઉપરાંત બે પેસેન્જર લઈને જઈ શકાશે. આ ઉપરાંત 6 સિટર ટેક્સીમાં ડ્રાઇવર સહિત ત્રણ પેસેન્જરને લઈ જઈ શકાશે.

રાજ્ય સરકારે છૂટછાટ આપતા વાહનચાલકો અને ટેક્સી ડ્રાઇવરો વિશેષ વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે થી ટુ વ્હીલરમાં કોઈપણ એક વ્યક્તિ ડ્રાઇવર સાથે મુસાફરી કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત સરકારે ટુ વ્હીલર લઈને નીકળવા અંગે લીધો મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*