કોરોના ની કહેર વચ્ચે અમદાવાદ માટે શું આવ્યા મોટા સમાચાર?, સર્વેમાં થયો મોટો ખુલાસો

287

કોરોના ની કહેર વચ્ચે અમદાવાદીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહાનગરપાલિકાના સર્વેમાં 40 ટકા લોકોને એન્ટીબોડી જોવા મળ્યા નથી. મહાનગરપાલિકાએ હડે ઈમયુનીતી ઉપર બીજો સર્વે કર્યો છે. આ સર્વે 10,000 લોકો ઉપર કરવામાં આવ્યો છે. આમા માત્ર 23.24% પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા.જોકે 70 ટકા ઇમ્યુનિતી હોવી જરૂરી છે.ICMR ના કહા મુજબ 70 થી 80 ટકા લોકો સંક્રમિત થાય તો ઇમ્યુનિટી વિકસી શકે છે.

અન્ય એક સર્વેમાં પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.જે મુજબ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને સાવધાન રહેવું જરૂરી છે. કોરોના પોઝિટિવ થયા બાદ 40 ટકા લોકોને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી છે. ત્રણથી ચાર મહિના બાદ કોરોના ને પહેલા હરાવનાર લોકોને પણ ફરી એક વખત કોરોના થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં વધુ 169 કેસ નોંધાતા કુલ આંકડો 31847 પર પહોંચ્યો છે.જોકે 26541 દર્દી ઓ કોરોના ને મહાત પણ આપી ચૂકયા છે. રાજ્યમાં ફરી એક બીજા દિવસે 1300 થી પણ વધારે કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!