નેતાઓના પગાર નો કાપ મૂકવા રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય

કોરોના ની કહેર અને લોકડાઉનના લીધે સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. વિવિધ મોરચે ખર્ચ કાપની નીતિનો અમલ કરાઇ રહ્યો છે. કોરોના મહામારી લઈને રાજ્ય સરકારે પગાર કાપ સંબંધિત મહત્વનો નિર્ણય કર્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે પ્રધાનો, ધારસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પગારકાપનો આદેશ એક વર્ષ સુધી અમલમાં રહેશે. એટલે કે તેમને એક વર્ષ સુધી 30 ટકા ઓછો પગાર મળશે.

જેનાથી રાજ્ય સરકારને વર્ષે 6.30 કરોડ રૂપિયાની બચત થશે. રાજય સરકારે એપ્રિલ માસમાં વટ હુકમ પણ બહાર પાડ્યો હતો અને આજની કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. તમામ ધરાસભ્યોના પગાર કાપ મુદે આગમી વિધાનસભા સત્રમાં ધારાસભ્યોના પગાર કાપ મુદે વિધેયક ગૃહમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ધારાસભ્યો સહિત વિપક્ષ નેતાઓ અને અધ્યક્ષે તેમના 30 ટકા પગાર કાપની સહમતી દાખવી છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભાજપના દંડકના પગારમાં 10% અને વિપક્ષ દંડકના પગારમાં 10%નો કાપ મૂકાયો છે. જેને લઈને આજે કેબિનેટ બેઠક આ મામલે મુખ્યમંત્રી ચર્ચા કરી હતી અને તમામ ધરાસભ્યોના પગાર કાપ મુદે આગમી વિધાનસભા સ્ત્રમાં વિદ્યયક ગૃહ માં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએઆ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ એલએલેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ કરી તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે તેમ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*