કોરોના મહામારીના કારણે કેન્દ્રની મોદી સરકારે વેચવા કાઢી આ કંપની, જાણો વિગતે

363

કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમટેડ માં ની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે. કોરોના મહામારી ના કારણે સરકારે તેની બોલી લગાવવા ની તારીખ ચાર વાર વધારવી પડી, ચોથી વખતમાં સરકારને કંપનીની બોલી માટે ત્રણ બીડ મળી છે. હાલમાં સરકાર કંપનીમાં 52.98 ટકા હિસ્સો ધરાવે છે. BPCL દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ કંપની છે,વેદાંતા કંપની તેને ખરીદવાની રેસમાં સૌથી આગળ દેખાઈ રહી છે.

મહત્વનું એ છે કે વેદાંતા ખાણકામ ક્ષેત્રમાં વીશાળ નામ ધરાવતી કંપની છે.આગામી નાણાકીય વર્ષ 2018-19 માં BPCL નો નફો 7132 કરોડ રૂપિયા હતો. એક અંદાજ મુજબ, BPCL વાર્ષિક આશરે 8000 કરોડનો નફો મેળવે છે. BPCL ના ખરીદનારને 64 હજાર 200 કરોડથી 97 હજાર 600 કરોડ રૂપિયાની જરૂર પડશે.

BPCL પાસે દેશભરમાં લગભગ 17,138 પેટ્રોલ પંપ છે. BPCL માં સરકાર નિ કુલ 52.98 ટકા હિસ્સો છે. સરકાર આ કંપનીના 114.91 કરોડ શેર ધરાવે છે.

સરકારે જાહેરાત કરી છે કે કંપનીનું મેનેજમેન્ટ કંટ્રોલ પણ BPCL ના ખરીદનારને ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે, માલિકી હક પણ ખરીદનારને જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!