રાજ્યમાં રાત્રી કર્ફ્યુ ને લઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું મહત્વનું નિવેદન.

957

રાજ્યમાં દિવાળી પછી કોરોના કેસોમાં વધારો થયો હતો જે પછી તાત્કાલિક ધોરણે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અમલમાં મુકાયું હતું.રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું હતું. જોકે હવે કોરોના કેસ માં ઘટાડો થયો છે,જેથી રાજ્યના લોકોને આશા હતી કે રાત્રિ કરફ્યુ હતી જશે. પરંતુ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સ્પષ્ટ કર્યું છે કે રાત્રિ કરફ્યુ યથાવત્ રહેશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.તેમને જણાવ્યું કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. હાલ પૂરતું કર્યું હટાવવામાં નહીં આવે અને કોઈપણ સંજોગોમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. મુખ્યમંત્રીના નિવેદન પરથી સ્પષ્ટ થયું છે કે આ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટ માં રાત્રિ કરફ્યુ હટશે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!