કૃષિ બિલની વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વનું નિવેદન, કહ્યુ કે ટુકડે ટુકડે ગેંગ ના…

276

કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન 22 દિવસ વીતી ચુક્યા છે.ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભાજપ દ્વારા કૃષિ કાયદા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત ભાજપના મંત્રી અને નેતાઓ દ્વારા અનેક ખેડૂત સંમેલનો કરવામાં આવી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલના મોરવા હડફ ખાતે સંબોધન કર્યું હતું.

પંચમહાલ મહીસાગર,દાહોદના ભાજપના નેતાઓ અને ખેડૂતોને નવા ખુશી કાયદા અંગે માહિતગાર કર્યા હતા તો તેમની આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ અને આડે હાથ લીધી હતી. તેમને પાકિસ્તાન, ખાલિસ્તાન, ચીન અને ટુકડા ટુકડા ને લઈને આડકતરી રીતે ઈશારો કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નવા કૃષિ કાયદા અંગે કહ્યું કે,ભારત સરકારના કૃષિ બિલના સમર્થનમાં ગુજરાતમાં ઠેરઠેર ખેડૂત સંમેલનો યોજવામા આવી રહ્યા છે.

સંગઠનથી સરકાર બને છે અને સરકારથી જ સંગઠન નથી બનતું. સંગઠનની તાકાત થી ભાજપ આગળ વધી રહ્યું છે અને હાલ માત્ર ગુજરાત એકલામાં જ 1 કરોડ 11 લાખ ભાજપના કાર્યકર્તાઓ છે. જે ઘણી મોટી ઉપલબ્ધિ કહેવાય. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાંથી ખુશી કાયદાનો વિરોધ માત્ર બે રાજ્યો જ કરે છે.

પંજાબ અને હરિયાણા સિવાય કોઈ વિરોધ કરતું નથી.130 કરોડ માંથી 50 હજાર લોકો કાયદાનો વિરોધ કરે તો તે કાયદો કોઈ કાળે બદલી શકાય.કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલું ખેડૂત આંદોલન સામ્યવાદીઓ પહેરી જોવાનું નીતિન પટેલે આડકતરી રીતે ઈશારો કર્યો હતો.

સાચા ખેડૂત આંદોલન કરે છે તેમાં ખાલિસ્તાની અને પાકિસ્તાની તરફી’ઓ જોડાઈ ગયા છે.,2500 માં 5,000 એવા લોકો આવી ગયા છે. કેટલાક દેશવિરોધી લોકો આ ખેડૂત આંદોલન માં આવી ગયા છે.

અને આંદોલનનો ખાલિસ્તાની ઓ, પાકિસ્તાન અને ચીન તરફી’ઓ ટુકડે ટુકડે ગેંગ,આંતકવાદીઓ અને કોંગ્રેસ આ આંદોલનને ચલાવવા પૈસા સહિતની સહાય કરી ચલાવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!