લગ્નમાંથી પરત આવી રહેલા પરિવારની કાર બેકાબુ થતાં ટ્રકમાં ઘૂસી ગઈ – 5 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 12:33 pm, Sat, 5 February 22

ઉત્તર પ્રદેશના રામપુરમાં શુક્રવારના રોજ મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 5 લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર કાર બેકાબુ થતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યો ત્યારે કારમાં ડ્રાઇવર સાથે 6 લોકો સવાર હતા.

જેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયા છે. આ અકસ્માતમાં ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો યુપી ઉત્તરાખંડ બોર્ડર પર સ્થિત સ્વાર શહેરમાં લગ્નમાં ગયા હતા.

તેવું શુક્રવારના રોજ રાત્રે મુરાદાબાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કાર અચાનક બેકાબૂ થાય છે અને એક ટ્રકમાં ઘૂસી જાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

તેમજ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર કાર સ્પીડ બ્રેકર પાસેથી પસાર થયા બાદ અનિયંત્રિત થઇ ગઇ હતી.

અને ત્યારબાદ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોએ યુપીના જયંતિપૂરના નિવાસી હતા. મળતી માહિતી અનુસાર ઇકો કાર અનિયંત્રિત થતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાંથી પરત આવી રહેલા પરિવારની કાર બેકાબુ થતાં ટ્રકમાં ઘૂસી ગઈ – 5 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*