ગંભીર અકસ્માત : એક પોલીસ વાહન પર ટ્રક પલ્ટી ખાઈ જતા 3 કોન્સ્ટેબલના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 12:07 pm, Sat, 5 February 22

યુપીના ઉન્નાવમાં બનેલી એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 3 પોલીસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાત્રે બની હતી. અહીં એક પોલીસ પીઆરવી વાહન પર ટ્રક પલ્ટી ખાઇ જતા ચાર કોન્સ્ટેબલો તેની નીચે દટાયા હતા.

આ ઘટનામાં ત્રણ કોન્સ્ટેબલના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે એક કોન્સ્ટેબલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટના બની ત્યારે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પલટી ખાઈ ગયેલા ટ્રકને હટાવવા માટે ક્રેન મંગાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીઆરવીમાં બે મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર લોકો હાજર હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે પીઆરવી વાહન સફીપુર કોતવાલ વિસ્તાર હેઠળના કરૌંદીથી એસારપેટ્રોલ પંપ પાસે બની હતી.

મળતી માહિતી અનુસાર ઉન્નાવમાં બાજુથી સફિપુર તરફ આવતો એક બેકાબૂ ટ્રક પોલીસ કાર પર પલટી ખાઇ ગયો હતો. આ ઘટનામાં બે મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલ નું કરૂણ મૃત્યુ થયુ છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના પીઆરવી વાહનમાં બે મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓ હતા. તેમાંથી ત્રણ કોન્સ્ટેબલના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગંભીર અકસ્માત : એક પોલીસ વાહન પર ટ્રક પલ્ટી ખાઈ જતા 3 કોન્સ્ટેબલના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*