બે દિવસ પહેલા ગુમ થયેલી યુવતીનું મૃતદેહ બંધ રૂમમાંથી મળી આવ્યું, મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે સૌના ટાંટિયા ધ્રુજી ગયા..!

Published on: 5:35 pm, Thu, 8 September 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના અજમેરમાં બની હતી. અહીં એક યુવતીએ દોરડા વડે તેની બહેનપણીનો જીવ લઈ લીધો છે. જીવ લીધા બાદ તે પાલી તેના ઓળખીતાના ઘરે ચાલી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ યુવતીએ પોતાના સંબંધીઓને આ વાત કરી હતી.

આ વાત સાંભળીને સંબંધીઓ આચાર્યચકિત થઈ ગયા હતા. ગુરુવારે સંબંધીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને રૂમમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપી યુવતી ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પૈસાની લેવડદેવડમાં માથાકૂટ થતાં આ ઘટના બની હતી તેવું જાણવા મળી રહ્યું છે.  સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 32 વર્ષીય જ્યોતિ નામની યુવતી અજય નગરમાં પોતાના પિતા સાથે રહેતી હતી. અજય નગરમાં રેતી જ્યોતિ અને 36 વર્ષીય અનુરાધા બંને બહેનપણીઓ હતી. મળતી માહિતી અનુસાર 6 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ અચાનક જ જોતી ગુમ થઈ ગઈ હતી.

તેથી જ્યોતિના પિતાએ દીકરી ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. મંગળવારના રોજ સવારે નોકરીએ જાઉં છું તેમ કહીને જ્યોતિ ઘરેથી નીકળી હતી ત્યારબાદ ઘરે પરત ફરી ન હતી. જ્યોતિની સ્કુટી અને મોબાઈલ ભગવાન ગંજ માંથી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ અનુરાધાના સંબંધીઓએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે પોલીસને અનુરાધાના ઘરમાંથી જ્યોતિ નું મૃતદેહ મળી આવ્યું હતું. અનુરાધા એ જ્યોતિનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અનુરાધા અને જ્યોતિ બંને વ્યાજે પૈસા આપતા હતા.

પૈસાની લેવડ દેવડને લઈને અનુરાધાએ જ્યોતિનો જીવ લઈ લીધો હોવાનું કારણ સામે આવ્યું છે. અનુરાધા એકલી રહેતી હતી. તેના પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ તેને બીજા લગ્ન કર્યા હતા પરંતુ તે પોતાના પતિ અને બાળકોથી અલગ રહેતી હતી. પોલીસે અનુરાધાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હજુ સુધી મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે દિવસ પહેલા ગુમ થયેલી યુવતીનું મૃતદેહ બંધ રૂમમાંથી મળી આવ્યું, મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે સૌના ટાંટિયા ધ્રુજી ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*