પારસી સમાજમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃતદેહને ખુલ્લામાં માંસાહારી પક્ષીઓ માટે મૂકવામાં આવે છે, તો સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને શા માટે…

Published on: 5:50 pm, Thu, 8 September 22

પારસીઓ પોતાની પરંપરા મુજબ અંતિમ સંસ્કારની પરંપરા હિન્દુ મુસ્લિમ અને ખિસ્તીઓથી અલગ જ હોય છે કે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુઓની અંતિમ સંસ્કાર દરમિયાન અગ્નિદાહ આપવામાં આવે છે. પરંતુ અહીં કંઈક જુદી વાત છે કે પારસી ન તો હિન્દુઓની જેમ સ્વજનના શરીરનું અગ્નિદા આપે છે.

તો મુસ્લિમ અને ખિસ્તીઓની જેમ દફનાવે છે. આ પારસીઓના અંતિમ સંસ્કારની પરંપરા 3,000 વર્ષ જૂની છે કે જેમાં તેઓ કબ્રસ્તાન અને દખમાં કે ટાવર ઓફ સાયલેન્સ કહે છે એ એક ગોળાકાર ઇમારત હોય છે. આ ટાવર ઓફ સાયલન્સ જેમાં જ્યારે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેમને શુદ્ધ કરવાની પ્રક્રિયા પછી મૃતદેહને ટાવર ઓફ સાયલન્સ માં ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવે છે.

તેઓ આ પ્રક્રિયાને દોખમેના શીની કહે છે આ ખુલ્લી જગ્યામાં સુરજ અને માંસાહારી પક્ષીઓ માટે છોડી દેવામાં આવે છે એ મૃતદેહોને. આપણે જાણીએ છીએ કે ગીત જેવા માંસાહારી પક્ષી કે જેઓ આ શબનો માસ થાય છે ત્યારે ગીધની વસ્તી દિવસે ને દિવસે ઘટવા લાગી છે, ત્યારે પારસી સમુદાયના અંતિમ સંસ્કાર એટલે કે દખ્મા કરવાનું આસન નથી રહ્યું કારણ કે ગીધ ની પ્રજાતિઓની વસ્તી છેલ્લા કેટલાય વર્ષોમાં લગભગ 99% સુધી ઘટી ગઈ છે.

એ ઘટવાથી મુંબઈમાં રહેતા અનેક પારસી પોતાના પ્રિયજનોના મોત પછી એ મૃતદેહને સન્માનપૂર્વક નિકાલને લઈને ચિંતા થઈ જાય છે. કારણ કે હવે મુંબઈમાં રહેતા એ પારસીઓ માટે હવે અંતિમ સંસ્કારના ત્રણ વિકલ્પ છે કા તો પારંપરિક રીતે દખમાં એટલે કે ટાવર ઓફ સાયલેન્સ થી અંતિમ સંસ્કાર કરવા. બીજો મૃત દેહ ને દફનાવા અને ત્રીજો મૃતદેહની સંસ્કાર કરવા.

એવામાં જ હાલ આપણે વાત કરીશું તો આ સાયરસ મિસ્ત્રી વિશે કે જેઓના અંતિમ સંસ્કાર ત્રીજા વિકલ્પ તરીકે વરલી સ્થિત સ્મશાન ઘરમાં અગ્નિસંસ્કારથી કરાયા હતા. આપણી વચ્ચે હવે એ જાણીતા સાયરસ મંત્રી કે જે ઉદ્યોગપતિ તરીકે પ્રખ્યાત હતા જેઓ રહ્યા નથી, ત્યારે તેમના અગ્નિસંસ્કાર એક સ્મશાન ઘરમાં કરવામાં આવ્યા હતા.

હવે તો મુંબઈમાં પારસીઓના અંતિમ સંસ્કારની વૈકલ્પિક વ્યવસ્થા માટે પહેલા પ્રાર્થના હોલની શરૂઆત 1980 ના દશકમાં જાણીતા ઉદ્યોગપતિ જીઆરટી ટાટાના કારણે પડી હતી. ત્યારે એક એવો પ્રાર્થના હોલ કે જ્યાં પારસીઓના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દપનવવા કે દાહ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવતી. ત્યારે જો પારસીઓની વસ્તી ની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં એક થી બે લાખ વચ્ચે જ છે.જેમાંથી સૌથી વધુ 60,000 પારસીઓ કે જેઓ ભારતમાં રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પારસી સમાજમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃતદેહને ખુલ્લામાં માંસાહારી પક્ષીઓ માટે મૂકવામાં આવે છે, તો સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને શા માટે…"

Leave a comment

Your email address will not be published.


*