2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા આ મહત્વના નામો, વાંચો સંપૂર્ણ યાદી

Published on: 9:30 am, Mon, 14 December 20

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ભાજપે ગઈકાલે મહત્વની જાહેરાત કરી હતી. ભાજપ તરફથી પ્રદેશ ઇલેક્શન, ઇન્ચાર્જ, પ્રદેશ પ્રવક્તા અને ઝોન પ્રવક્તા ની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે આઇ.કે.જાડેજા,ભાર્ગવભાઈ ભટ્ટ અને મહેશભાઈ કસવાળા ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ પ્રવક્તા તરીકે ભરતભાઈ પંડયા અને કિરીટભાઈ સોલંકી અને બિજલબેન પટેલ ઉપરાંત મહેશભાઈ કસવાળા અને ભરતભાઈ ડાંગર ના નામ જાહેર કરવામાં આવ્યા છે.

જોન પ્રવક્તા ના નામ પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકે રાજુભાઈ ધ્રુવ, કચ્છ ઝોન ના પ્રવક્તા તરીકે પંકજ મહેતા, ઉત્તર ઝોનના પ્રવક્તા તરીકે રજની પટેલ અને મધ્ય ઝોનના પ્રવક્તા તરીકે કેયુર રોકડિયા અને દક્ષિણ ઝોનના પ્રમુખ તરીકે હર્ષ સંઘવી નું નામ જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે જ રાજ્યના દરેક જિલ્લાના ઇન્ચાર્જ ના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં રાજકોટ જિલ્લાના ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રકાશ સોની નું નામ છે.જિલ્લા ઈન્સ્પેક્ટર તરીકે સાબરકાંઠામાં દુષ્યંતભાઈ પંડ્યા અને પરબતભાઈ પટેલનું નામ છે. અરવલ્લીમાં રાજેશભાઇ પાઠક અને રમણભાઈ પાટકર નું નામ છે. મહેસાણામાં કે.સી.પટેલ અને વિભાવરીબેન દવે નું નામ છે.પાટણમાં રજનીભાઇ પટેલ અને વાસણભાઈ આહિર નું નામ છે.

કચ્છમાં પ્રદિપસિંહ જાડેજા અને દિલીપજી ઠાકોર નું નામ છે. જામનગરમાં ધનસુખભાઇ ભંડેરી અને જયેશભાઇ રાદડીયા નું નામ છે.દેવભૂમિ દ્વારકામાં પ્રદિપભાઇ ખીમાણી અને કિરીટસિંહ રાણા નું નામ છે. મોરબીમાં મેઘજીભાઈ કણજારીયા અને સૌરભભાઈ પટેલ નું નામ છે.જૂનાગઢમાં ગોરધનભાઈ ઝડફિયા અને.

રમેશભાઈ રૂપાપરા નું નામ છે. ગીર સોમનાથમાં મહેન્દ્રભાઈ પનોત અને જવાહરભાઈ ચાવડા નું નામ છે. અમરેલીમાં જીતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા નું નામ છે. પોરબંદરમાં ચિમનભાઇ સાપરીયા અને ભરતભાઇ બોઘરા નું નામ છે.

બોટાદમાં અમોહભાઈ શાહ અને કુશળ સિંહ પઢેરિયા નું નામ છે. ભાવનગરમાં આત્મારામ પરમાર અને કુંવરજીભાઈ બાવળિયાનું નામ છે. સુરેન્દ્રનગરમાં નીતિનભાઈ ભારદ્વાજ અને આર.સી.ફળદુ નું નામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!