ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને લાગ્યો મોટો ઝટકો, રાજ્યના આ જિલ્લા માંથી…

211

મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતુ સોમાણી એ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જેને લઇને ભાજપને મોટો ફટકો પડયો છે. આ રાજીનામાંથી મોરબી નું રાજકારણ ગરમાયું છે. જીતુ સોમાણી એ કહ્યું કે,મોરબી જિલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું છે અને આ સંગઠનમાં મારી મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી હતી. જે પદે થી હું હવે રાજીનામું આપું છું.

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, વર્ષ 2017માં હું વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 1250 મસ્તી આયો હતો અને એ સમયે ચુંટણીમાં તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઈ સરવૈયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને અપક્ષ ચૂંટણી લડી હતી. અક્ષય તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ થયેલા છે.

છતાં તેમના સ્વાર્થ માટે આવી વ્યક્તિને ફરી પક્ષમાં લેવામાં આવેલ છે અને આ ગંભીર બાબત છે.તેમને કહ્યું કે, ગોરધન ભાઈ સરવૈયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપવામાં આવ્યું છે અને એ બાબત થી હું નારાજ થઈને હું રાજીનામું આપું છું.

મને આ વાત યોગ્ય લાગતી નથી અને મોરબી જિલ્લા ભાજપ સંગઠન પણ મેં જિલ્લા ભાજપ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે એવી રજૂઆત સાંસદ મોહન કુંડારિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા.

નેતા ગોરધન ઝડફિયાને કરી હતી. આ સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, મારે અન્ય કોઈ બીજું પદ જોતું નથી છતાં જિલ્લા.

ભાજપ ઉપપ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી તેથી હું હવે આ પદેથી રાજીનામું આપું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!