હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી ને લઈને કરી મોટી આગાહી, ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરની આ તારીખથી….

237

ગુજરાતના હવામાન અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી ને લઈને એક મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 20 ડિસેમ્બર થી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત અનેક જગ્યાઓ પર ઠંડીનું પ્રમાણ વધશે. ગુજરાતના હવામાન અંબાલાલ પટેલ દ્વારા દેશભરમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. 20 ડિસેમ્બર થી ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા જોવા મળશે અને જેને લઇને 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 16 થી 18 વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને જેમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે.22 ડિસેમ્બર થી 27 સુધી ઠંડીનું પ્રમાણ વચ્ચે જ્યારે 27 થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજાવતી ઠંડી પડશે.રાજ્યમાં કમોસમી વરસાદી માતા બાદ લોકોને હવે ઠંડીના ચમકારા બાનમાં લીધા છે.

થોડા દિવસ સુધી રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં ઠંડીનો પારો ગગડ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!