કૃષિ કાયદાની વિરુદ્ધ માં આંદોલન કરી રહેલા ખેડૂતોએ મોદી સરકારની મુશ્કેલીઓ વધારી, ગૃહમંત્રી અમીત શાહે આ મંત્રીઓ સાથે કરી બેઠક

Published on: 10:44 am, Mon, 14 December 20

દિલ્હીની આસપાસ ની બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને ધીમે ધીમે સરકારની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ફરીથી એક વાર સક્રિય થઇ ગયા છે. આજ રોજ હજારોની સંખ્યામાં ખેડૂતો ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે સંગ્રામ યથાવત છે ત્યારે ગૃહમંત્રી અમીત શાહ ફરીથી એકવાર એક્ટિવ થઇ ગયા છે. દિલ્હીમાં અમિત શાહ મહત્વની બેઠક કરી રહ્યા છે અને આ બેઠકમાં પંજાબના ભાજપના નેતાઓ સામેલ થયા છે.

ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પોતાનું સમર્થન દર્શાવવા માટે પંજાબના ડી.આઇ.જી એ પણ રાજીનામું આપી દીધું છે. જાખડે કહ્યું કે તેમને રવિવારે રાજીનામું આપ્યું છે અને તેમને સચિવને પત્ર લખીને જણાવ્યું કે તેમને સમયથી પહેલાં રિટાયર માનવામાં આવે.તેમને કહ્યું કે શાંતિપૂર્ણ રીતે પ્રદશન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ઉભા થવા માંગે છે.

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે ફરીથી વાતચીત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં ફરીથી ખેડૂતોને સરકાર વચ્ચે સવાંદ થઈ શકે છે.ઉગ્ર આંદોલન કરી રહેલા ખેડૂતોએ મોદી સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ત્યારે ગૃહમંત્રી અમીત શાહે બેઠક બોલાવી હતી અને તેમાં ભાજપના અશ્વિની શર્મા અને સોમપ્રકાશ સહિતના અનેક નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!