આ પાકોને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી સૌથી મોટી જાહેરાત, જાણો કયા ખેડૂતને કેવી રીતે મળશે લાભ?

395

રાજ્યના ખેડૂતો માટે રૂપાણી સરકાર સૌથી મોટો અને સારો નિર્ણય લીધેલ છે.ગુજરાત રાજ્યમાં મગફળી સિવાય બીજા પાકોની ખરીદીના ટેકાના ભાવે શરૂ કરવાને લઈને રૂપાણી સરકારે જાહેરાત કરી છે. જેમાં ડાંગર,મકાઇ, મગ,અડદ અને સોયાબીન ની ખરીદી સરકાર કરશે.રાજ્યની રૂપાણી સરકારે આ પાકોને ટેકાના ભાવે ખરીદી ના જાહેરાત કરતા રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રાજ્યમાં ડાંગરના ટેકાનો ભાવ ₹1868, મકાઈ ₹1850, મગ ₹7196, અડદ ₹ 6000 અને સોયાબીનની ₹3880 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ડાંગર,મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.1/10/2020 થી તા.29/10/2020 સુધી, ખરીદી પ્રક્રિયા તા.16/10/2020 થી તા.31/12/2020 સુધી ચાલશે.

મગ,અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા 12/10/2020 થી 31/10/2020 સુધી, ખરીદી પ્રક્રિયા 2/10/2020 થી 30/01/2021 સુધી ચાલશે.

હાલરાજ્યમાં મગફળીની ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા ચાલુ છે અને જે 20 ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!