ખેડૂતોને લઈને રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી મોટી જાહેરાત, રાજ્યમંત્રીની આ એક જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો

સ્વતંત્ર હવાલો અને રસાયણ તથા ખાતર માટે રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા એ આજે નવી દિલ્હી ખાતે જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેદેટ કેલ્શિયમ નાઇટ્રેટ ના વેચાણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ બંને ઉત્પાદન ભારતમાં સો ટકા આયાત કરવામાં આવતા હતા અને જેનું જીએસએફસી દ્વારા સૌપ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન તેમને તેના વેચાણની શરૂઆતમાં ચલ પ્રદેશના સોલન અને ગુજરાતના ભાવનગર ખાતે કરાવી હતી.

તેમને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત જીએસએફસી સામે ચાલીને ઉત્પાદનોની ઓળખ કરી અને તેમનું નિર્માણ કરીને ખરેખર બતાવ્યું ને પ્રશંસનીય કાર્ય છે.રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવ્યું કે કેવો કેન્દ્ર સરકારના હેઠળના જાહેર સાહસોને પણ સંબંધી ઉત્પાદનોની ઓળખ કરવા અને ખેડૂત માટે ખૂબ જ સારા સમાચાર છે.

તેમનું દેશમાં નિર્માણ સંભાર બનાવવા માટેની કાર્ય યોજના પર કામ કરવા નિર્દેશ આપ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત ની વિભાવના વિશે જણાવતા તેમણે કહ્યું કે ભારતે ભાઈચારા ની ભાવનાને વરેલો દેશ છે.આત્મનિર્ભર ભારત નો અર્થ દુનિયા સાથે છેડો ફાડી દેવો એવો નથી થતો.

પરંતુ દેશમાં રહેલી તાકાતને ઓળખીને તેને દિશા આપી ને આત્મનિર્ભરતા તરફ આગળ વધવું એવો થાય છે.તેમને વધારે માં જણાવ્યું કે,જીએસએફસી દ્વારા નિર્મિત આ બંને ઉત્પાદનની સો ટકા આયાત થતી હોવાથી કંપનીને તેના વેચાણમાં સફળતા મળશે તેમાં કોઈ બેમત નથી.

તેનાથી દેશના ખેડૂતોને આયાતી માલ કરતાં વધુ ગુણવત્તા સભર અને સસ્તુ ખાતર મળશે તેવી તેમણે જાહેરાત કરી હતી.તેમને વધારે માં કહ્યું કે જી.એસ.એફ.સી એ સાબિત કરી બતાવ્યું છે કે નિયત હોય તો કોઇ કામ અઘરું નથી.

આત્મનિર્ભર ભારત ના સપનાને સાકાર કરવાની પહેલમાં નિષ્ઠાથી જોડાવવું જીએફસી ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ નું અભિનંદન પાઠવું છુ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*