સમાચાર

પરેશ ધાનાણીના ગઢમાં ભાજપે પાડયું મોટું ગાબડું, કોંગ્રેસના અનેક કાર્યકર્તાએ ભાજપ નો અનેક ખેસ પહેર્યો

વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢ એટલે કે અમરેલીમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ નીવડ્યું છે. કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાતા અમરેલીમાં રાજકારણ ગરમાયુ છે. રાજુલા તાલુકાના જુના બારપટોળી ગામ માં ભાજપની બેઠક મળી હતી અને પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠા લખનોત્રા, તાલુકા પંચાયતના.પૂર્વ પ્રમુખ બળવત લાડુમોર, સહિતના અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા.વિપક્ષના નેતા પરેશ ધાણાની ના ગઢમાં ગાબડું પડતાં કોંગ્રેસના પેટમાં ફાળ પડી છે.આજરોજ અમરેલી કોંગ્રેસના લગભગ અડધો ડઝન નેતાઓ ભાજપમાં જોડાયા છે.

અને અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ માં આજે ભાજપની બેઠક મળી હતી.પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

અને કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *