26 મી જાન્યુઆરીએ યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલીને પોલીસ મંજૂરી આપી દીધી છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, ખેડૂત દિલ્હીમાં પ્રવેશ કરશે અને શાંતિપૂર્ણ રીતે માર્ચ કરશે.પરેડ નો રૂટ આવતીકાલે નક્કી કરવામાં આવશે અને શનિવારે ખેડૂત નેતા અને પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
બેઠક બાદ સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂતો આ દેશમાં પહેલીવાર ગણતંત્ર દિવસે પરેડ કરશે.પાંચ તબક્કા ની વાતચીત બાદ આ તમામ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
તમામ બેરીકેડ ખુલશે અને અમે દિલ્હી ની અંદર જઈશું અને માર્ચ કરીશું.રૂટ અંગે સહમતી બની ગઈ છે.દેશની આન બાન શાન પર કોઈ અસર નહીં પડે.ખેડૂતોએ કહ્યુ કે પોલીસને બેરિકેડ તોડવાની ચેતવણી આપવામાં આવી હતી.
પરંતુ પોલીસ ખુદ તેને હટાવવા માટે માની ગઈ છે.આ ખેડૂતોની જીત છે.દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર ને પરેડ પર પણ જુકવું પડ્યું છે.દિલ્હીની ખેડૂત પરેડ ને સમગ્ર દુનિયા જોશે.સાથે તેમણે શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
પરેડ 24 કલાકથી લઈને 72 કલાક સુધી ચાલશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે,અને અમારા દિલની ભાવના વ્યક્ત કરવા માટે 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીની અંદર જઈશું.એક એવી ઐતિહાસિક પરેડ હશે જેને ભારતે કયારેય નહીં જોઈ હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment