રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ની તબિયતની સ્થિતિમાં કોઈ ફેરફાર આવેલ નથી અને તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. દિલ્હી સ્થીત સૈન્ય હોસ્પિટલ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું કે તેના ક્લિનિકલ પરિણામો અને વાઈ ટલ સ્થિર છે. તેઓ સતત વેન્ટિલેટર ઉપર છે. તેઓ પહેલેથી જ અનેક રોગોથી પીડાય છે. નિષ્ણાંતો દ્વારા તેમની તબિયત ઉપર નજર રાખવામાં આવી રહી છે.
તે જ સમયે તેના પુત્ર અભિજિત બેનરજી એ કહ્યું કે તેઓ પહેલા કરતાં વધારે સારા અને સ્થિર છે. તેના તમામ મહત્વપૂર્ણ પરિણામો સ્થિત છે. સારવાર તેમના પર સકારાત્મક પરિણામો દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે તેઓ જલ્દીથી સારા થઈ જશે.
તમને જણાવી દઈએ કે ૮૪ વર્ષીય પ્રણવ મુખર્જી સાહેબને સોમવારે આર્મી અને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજ ની સર્જરી કરવામાં આવી હતી. અગાઉ તેમણે કોરોના તપાસ અગે નો રિપોર્ટ પણ સકારાત્મક આવેલ હતો . હોસ્પિટલ અગાઉ રિપોર્ટમાં કહ્યું હતું કે માનનીય પ્રણવ મુખર્જી સાહેબ ની હાલત હાલ સવાર જેવી જ છે.
આ પેલા પ્રણવ મુખર્જી સાહેબના અવસાન ની અફવાઓ ફેલાયેલી હતી, જેના પર તેમના પુત્ર અભિજિત બેનરજી એ નારાજગી વ્યક્ત કરી હતી. અભિજીત બેનરજી ટ્વિટ કરીને કહ્યું હતું કે “મારા પિતા શ્રી પ્રણવ મુખર્જી હજી પણ જીવંત અને સ્થિર છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવાથી ઘણા પત્રકારો તે સ્પષટ થઈ ગયું છે કે ભારતીય મીડિયામાં ખોટા ન્યૂઝ નુ કારખાનુ બની ગયું છે.