કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડેલી અનલૉક 5 ની માર્ગદર્શિકા મુજબ 15 ઓક્ટોબરથી દેશમાં શાળા-કોલેજ ખોલવાની મંજૂરી આપીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પણ શાળા-કોલેજો ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે પણ ગુજરાતમાં 15 ઓક્ટોબરથી શાળા-કોલેજો નહીં ખૂલે. રાજ્યમાં હાલની સ્થિતિ જોતા સ્કૂલમાં નહીં ખોલવા રાજ્ય સરકાર મક્કમ છે.
દિવાળીએ 14 નવેમ્બરે હોવાથી દિવાળીના વેકેશન પછી સ્કૂલ ખુલશે. દેશમાં 15 ઓક્ટોબરથી શાળા, કોચિંગ ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવા સાથે કેન્દ્ર સરકારે વિગતવાર SOP જાહેર કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યની શાળા-કોલેજોના છૂટ આપી છે પરંતુ ગુજરાત સરકાર હજુ પણ મક્કમ નથી તેથી 15 ઓક્ટોબરથી.
ગુજરાતમાં શાળા-કોલેજો નહીં ખોલવામાં આવે. આ પરથી સાબિત થાય છે કે હાલમાં 15 ઓક્ટોબર શાળા-કોલેજો નહીં ખૂલે.
ઉલ્લેખનીય છે કે શાળા કોલેજોને લઇને રાજ્ય સરકારે સત્તાવાર હજુ પણ જાહેરાત કરી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!