તહેવારોને લઇને કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પણે પાલન

Published on: 9:10 pm, Wed, 7 October 20

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોરોના મહામારી ને ધ્યાનમાં રાખતા તહેવારોની સિઝનમાં સાવચેતી રાખવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા હેઠળ કન્ટેન્મેન્ટ ઝોન ની અંદર કોઈપણ તહેવાર ના કાર્યક્રમોનું આયોજન કરવામાં નહીં આવે.આ સાથે જ પૂજા, મેળા, રેલીઓ, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ વિશેષ આદેશ આપવામાં આવ્યો છે. કન્ટેન્મેન્ટ ઝોન માંથી આયોજક અથવા મુલાકાતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.

ઉત્સવની ઉજવણી દરમિયાન 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓ તેમજ 10 વર્ષથી નાની વયના બાળકોને ઘરમાં રહેવા સલાહ આપવામાં આવી છે. ટૂંક જ સમયમાં જ્યારે નવરાત્રી શરુ થવાની છે અસમગ્ર દેશમાં માતાજીના પંડાલ લગાવવામાં આવે છે.

એ સિવાય અનેક પ્રકારના મેળા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ત્યારે માર્ગદર્શિકા પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે નિર્ણય લેવો પડશે .

અને ભીડભાડ અને સોશિયલ ડિસ્ટન્સ નું પૂરું ધ્યાન રાખવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તહેવારોને લઇને કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પણે પાલન"

Leave a comment

Your email address will not be published.


*