કોરોનાવાયરસ ને લઈને ભારત માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો વિગતવાર

1002

ભારતમાં કોરોનાવાયરસ ફાસ્ટ સ્પીડમાં છે.જૂન મહિનાથી કોરોના ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને જુલાઈ મહિનાથી કોરોનાવાયરસ દરરોજ અન બ્રેકિંગ રેકોર્ડ તોડી રહ્યું છે . દેશમાં જે રીતે કોરોનાવાયરસ ના નવા કેસમાં વધારો થયો છે તેમાં દેશની ત્રણ બાબતો ચિંતાજનક છે.

ગ્લોબલ કેસો માં ભારત નો હિસ્સો વધ્યો

મહારાષ્ટ્રમાં વધુ જીવલેણ બની રહ્યો છે વાઇરસ

પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

ભારતમાં કોરોનાવાયરસ ના કેસ માં ભડકો થયો છે. શનિવારે નવા આંકડાઓના કારણે ગ્લોબલ કેસોમાં ભારતના કેસ વધી ગયા છે. જે મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૧૦ હજારને પાર થઇ ગઇ છે.

કોરોનાવાયરસ ના વધતા કેસના કારણે વિશ્વમાં ભારત ના કેસો ના સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રેકોર્ડ બ્રેક કેસ સામે આવતા વિશ્વના કુલ કેસમાં ૧૨% કેસ ભારતના છે જે શુક્રવાર સુધી ૧૧.૮ % હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ વધુને વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના 24 કલાકમાં 223 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક ૧૦ હજારને પાર ગરી ગયો છે. દેશમાં અત્યાર સુધી ૨૨૧૨૩ લોકો એ કોરોનાવાયરસ ના કારણે મૃત્યુ પામેલ છે.