સુરત લેડી કોન્સ્ટેબલ નો નવો વીડિયો થયો વાયરલ, આરોગ્ય મંત્રીએ પોતાનો પક્ષ રાખવા કર્યું આ કામ

Published on: 11:32 am, Sun, 12 July 20

છેલ્લા થોડાક કલાકો થી લેડી કોન્સ્ટેબલ અને આરોગ્યમંત્રી ના દિકરા પ્રકાશ કાનાણી નો બબાલ થવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ ક્લિપ ના અનેક ભાગો લોકો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે. ત્યારે લેડી કોન્સ્ટેબલ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાથેનું એક નવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લેડી કોન્સ્ટેબલ કુમાર કાનાણી સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે તેમને કુમાર કાનાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે આપનો પુત્ર હોવાથી તેને કોઈ કાયદો પાલન કરવાનું નથી. આ ઉપરાંત કુમાર કારણે તેમને વળતો જવાબ આપતા કહ્યું કે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો.

જ્યારેકુમાર કાનાણી ના પુત્ર ની બબાલ ની ક્લિપ આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ આપ્યા બાદ તેઓએ પોતાનો પક્ષ રાખવા માટે એક ક્લિપ બહાર પાડેલ છે. આ ક્લિપમાં કુમાર કાનાણી પોતાનો પક્ષ રાખતાં કહી રહ્યા છે કે લેડી કોન્સ્ટેબલ મારા પુત્ર સામે ગાળાગાળી કરી હતી તો પણ મારા પુત્રે સંયમ રાખીને તેમની સમક્ષ માફી માગી હતી. આ ઉપરાંત તેમને વધારે કહેતાં કહ્યું કે મારું નામ ખરાબ કરવા તેઓ નો એક પ્રયાસ છે. મારો પુત્ર ગાડીમાંથી ઉતર્યા ત્યારથી જ વિડીયો ની પૂર્વ તૈયારી કરી ચૂકી હતી. તેઓએ આ ઉપરાંત વધારે કરતા કહ્યું કે રાજકારણમાં અને વરાછામાં મારું નામ ખરાબ કરવા માટે આ લોકો એ આ કાર્ય કરી રહ્યા છે.